Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: 2 મહિનામાં TRB ના 700 જવાનો સસ્પેન્ડ, ભ્રષ્ટાચાર કારણભુત

CCTV કેમેરાની મદદથી પણ લાંચ લેતા અને કામના કલાકો દરમિયાન ગાયબ રહેતા જવાનો ની ઓળખ કરવામાં આવી હતી.

અમદાવાદ: 2 મહિનામાં TRB ના 700 જવાનો સસ્પેન્ડ, ભ્રષ્ટાચાર કારણભુત
X

અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણ માટે નીમવામાં આવેલ ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડના 700 જેટલા જવાનોને અમદાવાદ શહેરના પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપસર છૂટા કરી દેવાયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક ના સંચાલનમાં ઢીલાશ વર્તાતી હોવાને કારણે ગંભીર અકસ્માત ના ઘણાં કિસ્સા સામે આવી રહ્યા છે. આ પોલીસકર્મીઓને લાંચ અને ગેરહાજરીના કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સાથે પોલીસે સંદેશો આપી દીધો છે કે, ડ્યુટી પર ગેરરીતિ, સહન કરવામાં આવશે નહીં.પોલીસ વિભાગ દ્વારા અન્ય 700 TRB ના જવાનો ની ભરતી કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિક પોલીસ ના મુખ્યાયલને મળેલ ફરિયાદો ને આધારે જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સિવાય શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા CCTV કેમેરાની મદદથી પણ લાંચ લેતા અને કામના કલાકો દરમિયાન ગાયબ રહેતા જવાનો ની ઓળખ કરવામાં આવી હતી.

સસ્પેન્ડ થયેલા જવાનો માંથી અમુકને એસજી હાઈવે, એક્સપ્રેસ હાઈવે, એસપી રિંગ રોડ, એરપોર્ટ સર્કલ, ઈન્દિરા બ્રિજ સર્કલ, નવા નરોડા વગેરે વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા હતા.અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જ પોલીસ સામે તવાઈ બોલાવતા પોલીસે લખેલા બોર્ડ અને સ્ટીકર મારી ફરી રહ્યા હોવાનું સામે આવ્યું. જ્યારે સૌથી વધુ હેલ્મેટ ન પહેરી બ્લેક ફિલ્મ લગાવવાનો દંડ વસુલવામાં આવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસ અલગ અલગ પ્રકારની ડ્રાઈવ કરી રહી છે. લોકો નિયમોનો ભંગ કરતા લોકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી કરાતી હોય છે. હેલ્મેટ વગરના 95 કેસ, લાયસન્સ વગરના 1 કેસ, Hsrp નંબર પ્લેટ વગરના 1 કેસ, પોલીસનું બોર્ડ મારી વાહન ચલાવવાના 18 કેસ, ડાર્ક ફિલમના 9 કેસ, નંબર પ્લેટ વગરના 1 કેસ, સીટ બેલ્ટ વગર ના 3 કેસ, કુલ 128 કેસ કરી 57,300 ના દંડની વસુલાત કરાઈ હતી

Next Story