Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં રાજકોટવાળી, ભાજપમાં વિવાદ વધતા નવી પત્રિકા છપાય..

અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર સહિત સાંસદો અને સિનિયર આગેવાનોના નામની જ બાદબાકી કરાઈ હતી.

અમદાવાદમાં રાજકોટવાળી, ભાજપમાં વિવાદ વધતા નવી પત્રિકા છપાય..
X

રાજકોટમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં આગેવાનોના નામો લખવાના વિવાદ બાદ અમદાવાદમાં પણ આવો જ વિવાદ ઉભો થયો હતો. અમદાવાદ શહેર ભાજપ દ્વારા રવિવારે સાંજે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે. જેની આમંત્રણ પત્રિકામાં અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર સહિત સાંસદો અને સિનિયર આગેવાનોના નામની જ બાદબાકી કરાઈ હતી. પણ વિવાદ વધતા નવી પત્રિકા છાપવામાં આવી હતી.


અમદાવાદ શહેર ભાજપના નેતાઓ અને સ્થાનિક નેતાઓ દ્વારા ભાજપના જ દલિત કોર્પોરેટર અને શહેરના પ્રથમ નાગરિક મેયરની અવગણના કરવામાં આવે છે. કોર્પોરેશનમાં પણ ભાજપના પ્રભારી તેમજ બે નેતાઓ ભેગા મળી અને નિર્ણય લે છે, ત્યારે મેયર અને ડેપ્યુટી મેયરની અવગણના કરાતી હોવાનો વિવાદ પણ થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો. આ અગાઉ અનેક વખત ભાજપ સમર્થિત દલિત નેતાઓ તેમજ પદાધિકારીઓના નામ ભૂલી જવાયા હતા. આ ઘટનાને પગલે ભાજપના જ કેટલાક નેતાઓ ચર્ચા કરી રહ્યા છે કે, આપણા જ નેતાઓ વારંવાર આપણી અવગણના કરી રહ્યાં છે. સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના જ સાંસદોના નામ પણ ન લખવામાં આવતા ચર્ચા થઈ હતી. જેને લઇ ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં મેયર તેમજ સિનિયર નેતાઓની કોઈ ગણના ન થતી હોવાની ચર્ચા થતી જણાતી હતી. કેટલાક નેતા અને કાર્યકરોએ ઉચ્ચ નેતાઓનું ધ્યાન દોરતા આખરે મેયર સહિતના નામવાળી નવી આમંત્રણ પત્રિકા તાત્કાલિક છાપી દેવાય છે. નવી આમંત્રણ પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલનું નામ લખી દેવાયું છે. સાથે જ અતિથિ તરીકે પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર (કાકા) પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ મહામંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ મેયર કિરીટ પરમાર, અમદાવાદ પશ્ચિમ લોકસભા સાંસદ ડો. કિરીટ સોલંકી અને અમદાવાદ પૂર્વ લોકસભા સાંસદ હસમુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું.

Next Story