અમદાવાદ: યુવાન ટ્રેનના ડબ્બા પર ચઢી રિલ્સ બનાવવા ગયો, કરંટ લાગતા નિપજયું મોત

અમદાવાદમાં રાણીપમાં સગીર ટ્રેનના ડબ્બા પર ચઢીને રિલ્સ બનાવવા ગયો ત્યારે કરંટ લાગ્યો જેમાં તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું,

New Update

અમદાવાદમાં રાણીપમાં સગીર ટ્રેનના ડબ્બા પર ચઢીને રિલ્સ બનાવવા ગયો ત્યારે કરંટ લાગ્યો જેમાં તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું, જોકે બે દિવસ પહેલાં પણ રેલવે ટ્રેક પર વીડિયો બનાવ્યો હતો.સાંજે મિત્ર સાથે રેલવે ટ્રેક પર ગયો અને ડબ્બા પર ચઢતાં જ નીચે પટકાયો.અને સગીરનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. આજકાલ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવા નો ક્રેઝ વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વધુ લાઈક મેળવવા અને ફેન ફોલોઈંગ અને મિત્રો વધારવા આવા કરતબો કરતા યુવક યુવતીઓની વર્ગે વધી રહ્યો છે.કેટલીક વાર દેખા દેખીમાં પણ એકબીજાની નકલ કરવામાં યુવાનો અને નાના વયના બાળકો આવા વીડિયો બનાવતો જોવા મળે છે ત્યારે અમદાવાદમાં આંખ ઉઘાડનારો એક કિસ્સો સામે આવ્યો છે.

જે પરિવારની ચિંતા વધારી દેશે.અમદાવાદમાં રહેતા 15 વર્ષના સગીરે રેલવે ટ્રેક પર જઈ રિલ્સ બનાવતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં રહેતો સગીર સાબરમતી સેન્ટ્રલ જેલ પાસે આવેલા રેલવે ટ્રેક પર રિલ્સ બનાવી રહ્યો હતો.ત્યારે એકાએક કરંટ લાગતા સગીરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સગીર ટ્રેનના ડબ્બા પર ચઢીને રિલ્સ બનાવવા ગયો ત્યારે કરંટ લાગ્યો હતો.જ્યારે તેની સાથેના મિત્રએ તાત્કાલિક તેના ઘરે જઈ જાણ કરતા દાદા પણ દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ ગયા હતા પરતું તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.મહત્વનું છે કે આ અગાઉ પણ મૃતક સગીરે અગાઉ પણ રેલવે ટ્રેક પર વીડિયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયામાં અનેક યુવક યુવતીઓ કેનાલ, નદી, રેલવે ટ્રેક તેમજ અલગ અલગ જગ્યા પર વીડિયો બનાવતા હોય છે. પોતાની જિંદગી જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે માતા-પિતાએ ચેતવાની અને સાવધાની રાખવાની જરૂર છે