Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયા

અમદાવાદ: કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયા
X

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પકડવાના કેસ સામે આવે છે. ખાસ કરીને રાજ્યની સરહદ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી પાડવામાં આવ્યું હતું ત્યારે ફરી એકવાર ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન પરથી ત્રણ વ્યક્તિની નારકોટીક્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.રાજ્યમાં અનેક રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવતા હોવાથી રાજ્યની સુરક્ષા ને લઇ અનેક સવાલો ઉભા થયા છે.ગુજરાત જાણે ડ્રગ્સ માટેનું હબ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.થોડા દિવસ પહેલાં જ મુદ્રા પોર્ટ પરથી 2100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે ફરી એકવાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી MD ડ્રગ્સ સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.


NCB દ્વારા 1 કિલો ડ્રગ્સ સાથે પ્રવીણ ભાટીની ધરપકડ કરવામાં આવી હતી સાથે જ બે રિસીવર સરોજ ગોસ્વામી અને અબ્દુલ ગનીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં કેટલાક સમયથી દરિયાઇ માર્ગ પરથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને કચ્છના દુર્ગમ વિસ્તારમાંથી BSF તેમજ અન્ય એજન્સી દ્વારા 1552 કિલો જેટલો ચરસનો જથ્થો છેલ્લા બે વર્ષમાં હાથ લાગ્યો છે.એવું પણ માનવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાન માછીમારો આ ડ્રગ્સ કચ્છના દરિયાઈ માર્ગ દ્વારા ઘુસાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલ સુધીમાં કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Next Story