Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોરોનાની ઝપેટમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓની ચિંતામાં વધારો...

ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

અમદાવાદ : કોરોનાની ઝપેટમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓની ચિંતામાં વધારો...
X

ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનાથી શાળાઓના વિદ્યાર્થીઓ પણ વંચિત નથી રહ્યા. અમદાવાદની 2 શાળાઓના વિદ્યાર્થીઓ પણ કોરોના ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે વાલીઓની ચિંતામાં વધારો થયો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેની સાથે અમદાવાદની શાળાઓમાં કોરોના કેસમાં વધારો થયો છે. થલતેજ ખાતે આવેલી ઉદગમ સ્કૂલના ધો. 3 અને 8ના 2 વિદ્યાર્થીઓ અને ઝેબર સ્કૂલના ધો. 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શાળા સંચાલકોએ ડીઇઓ કચેરીને જાણ કરી હતી. આમ શહેરની 2 સ્કૂલમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળતા સ્કૂલને 10 દિવસ માટે બંધ રાખવાની સૂચના અપાઈ છે.

જોકે, વાલીઓએ માંગ કરી છે કે, સરકારે ઓફલાઈન સ્કૂલો બંધ કરી ઓનલાઈન ક્લાસ શરૂ કરવા જોઈએ. શાળા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ઈ-મેઈલ કરીને જાણકારી આવી હતી. સ્કૂલમાં વિદ્યાર્થીઓ એક બાદ એક સંક્રમિત આવ રહ્યા છે. છતાં પણ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ નથી કરી રહ્યાં, જેના કારણે વાલીઓમાં એક સૂર ઉઠ્યો છે કે, બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવામાં આવે. ઓફલાઇન શિક્ષણને તાત્કાલિક રાજ્ય સરકાર બંધ કરવાના આદેશ આપે. થોડા દિવસમાં ઉદગમ અને નિરમા વિદ્યા વિહારના વિદ્યાર્થીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. ઈસનપુરના જયંત પાર્ક વિસ્તારમાં આવેલા સદભાવ ફ્લેટના ઘર નંબર 1થી 9 અને આંબલી રાજપથ રંગોલી રોડ વિસ્તારમાં આવેલા અભિશ્રી બંગલોઝના પાર્ટ-2ના બંગલો નંબર 9થી 11 અને 20થી 22ને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયા છે. કુલ 15 મકાનના 75 લોકોને ઘરમાંથી બહાર નીકળવા પર પાબંદી મૂકવામાં આવી છે.

Next Story