Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ૨૮૯ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ આ જથ્થો લાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદ: ૨૮૯ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
X

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ એ એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 28 લાખનું 289 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપી પહેલા લાલ દરવાજા પાથરણા પાથરીને ધંધો કરતો હતો પરંતુ લોકડાઉન માં ધંધો અને અન્ય ગરીબો પાસેથી ઉઘરાણા આવતા બંધ થઈ જતા એમડી ડ્રગ્સ ના કાળા કારોબાર માં લાગી ગયો હતો.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈદ્રીશ ઉર્ફે ઇદુ શૈખ, મોહંમદ ઈરફાન ઉર્ફે રાજા બાબુ શેખ, ધનુષ ઉર્ફે બીટ્ટુ આસોડિયા અને મનુ રબારી નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે.


આ આરોપીઓ એક કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવતા હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ રોપડા ચાર રસ્તા પહોંચી હતી. અને આ કાર આવતા જ ફિલ્મી ઢબે તેનો પીછો કરી આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી પોલીસે 28 લાખ 90 હજારની કિંમતના 289 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપી ઇદ્રિશ ઉર્ફે ઇદુ અને રાજા બાબુ છેલ્લા આઠ માસથી ચારેક વખત એમડી ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ આ જથ્થો લાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બાદમાં તેઓ અલગ-અલગ જગ્યાએ છૂટક વેચાણ કરતા હતા. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના રહેવાસી આદિલ પાસેથી લાવ્યા હતા. અને બાદમાં આરોપી ધનુષ અને મનુ સુરત હાઇવે થી બંને મુખ્ય પેડલરોને ગાડી મારફતે અમદાવાદ લઈને આવતા જ ઝડપાઈ ગયા હતા

Next Story