Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભાજપ ડૉક્ટર સેલ દ્વારા કાંકરિયા ખાતે ધનવંતરી પૂજા યોજાય, સાંસદ રહ્યા ઉપસ્થિત

ધનવંતરી પૂજનના પવિત્ર દિવસે ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલ દ્વારા રાજ્યમાં 182 સ્થળે ધનવંતરી દેવની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ધનવંતરી પૂજનના પવિત્ર દિવસે ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલ દ્વારા રાજ્યમાં 182 સ્થળે ધનવંતરી દેવની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અમદાવાદ શહેરના કાંકરિયા નજીક આવેલ ટાઉન હૉલ ખાતે ધનવંતરી દેવની પૂજા કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના કાંકરિયા નજીક આવેલ ટાઉન હૉલ ખાતે ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલ દ્વારા ધનવંતરી દેવની પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વર્ચુઅલી જોડાયા હતા. આ સાથે જ પૂજામાં ઉપસ્થિત સાંસદ કિરીટ સોલંકીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુર્વેદને લઈ જે જાગૃતિ લાવવામાં આવી રહી છે, તેને પણ લોકો આવકારી રહ્યા છે.

તો બીજી તરફ સાંસદ દ્વારા ડોક્ટરોની ઘણા સમયથી બીયુ પરમિશનને લઈ ચાલતી લડતનો સુખદ અંત આવ્યો છે તેમ જણાવ્યુ હતું. જેથી હવે ડોક્ટર પોતાના ક્લિનીક કે, હોસ્પિટલની ઈમ્પેક્ટ ફી ભરીને પોતાનું ક્લિનિક શરૂ કરી શકશે, ત્યારે આ તબક્કે તેઓએ રાજ્ય સરકારનો પણ આભાર માન્યો હતો. ઉપરાંત દેશની તમામ જનતાને દિવાળી પર્વની શુભકામના પાઠવી ધનવંતરી દેવની પૂજાનું સમાપન કરવામાં આવ્યું હતું.

Next Story