New Update
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના સમાંતર કાર્યક્રમનો આજે સોમવારે અંતિમ દિવસ હતો. વિરોધ પ્રદર્શનના છેલ્લા દિવસે કોંગ્રેસે સામાજીક ક્રાંતિ દિવસ ઉજવી સરકારની નિતિઓ સામે દેખાવો કર્યા હતાં.
મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ પાંચ વર્ષ પુર્ણ થતાં રાજય સરકાર ઉજવણી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ હોવાનો દાવો કર્યો છે. ગત રવિવારથી શરૂ થયેલાં સમાંતર કાર્યક્રમોનો આજે સોમવારે અંતિમ દિવસ હતો. અમદાવાદમાં પુર્વ સાંસદ સાગર રાયકાની ઉપસ્થિતિમાં એલિસબ્રિજ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.