Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નકલી પત્રકાર બની વેપારી પાસે રૂ. 5 લાખની માંગણી કરનાર 2 લોકોની ધરપકડ...

શહેરના નિકોલ વિસ્તારમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી કરતા 2 નકલી પત્રકારની પોલીસે ધરપકડ કરી છે.

X

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી કરતા 2 નકલી પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. પત્રકાર બનીને વેપારીને કારખાનું બંધ કરવાની ધમકી આપીને દાદાગીરી કરતા હતા. ફેકટરીના માલિકે પોલીસ ફરિયાદ કરતા નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો છે.

અમદાવાદના નિકોલમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી કરતા 2 નકલી પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. પત્રકાર બનીને વેપારીને કારખાનું બંધ કરવાની ધમકી આપી દાદાગીરી કરતા હતા. ફેકટરીના માલિકે પોલીસ ફરિયાદ કરતા નકલી પત્રકાર અંકિત જોતંગિયા અને કેતન વાણંદની ધરપકડ કરી હતી. આ બન્ને ઇસમો ખુદને પત્રકાર તરીકેની ઓળખ આપી તોડ કરવા પહોંચ્યા હતા. પરંતુ ફેકટરી માલિકે પોલીસને જાણ કરતા તેમનો ભાંડો ફૂટ્યો છે. કઠવાડા GIDCમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં જૈમીન પ્લાસ્ટિકના કારખાનામાં રૂ. 5 લાખની તોડ કરવા માટે આરોપીઓ આવ્યા હતા. જેમાં આરોપી કેતન વાણંદ પોતે કભી કભી ન્યૂઝના તંત્રી અને એડિટર હોવાનું, જ્યારે ભાવિન પટેલ લોક પત્રિકા ન્યુઝનો પત્રકાર, અંકિત જોતંગિયા અને નિકુંજ પ્રજાપતિ કેમેરામેન બનીને પહોંચ્યા હતા. ફેકટરીના માલિકને કારખાનું ચલાવવા માટે રૂ. 5 લાખની રોકડનો તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે દર મહિને 25 હજારના હપ્તાની માંગ કરી હતી. પરંતુ ફેક્ટરીના માલિકે પોલીસને જાણ કરતા પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી કેતન અને અંકિત નકલી પત્રકાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં તોડ કરવા માટે આરોપી પત્રકાર બનીને પ્લાસ્ટિકની ફેકટરીના માલિક રાજેશ પટેલ પાસે ગયા હતા, જ્યાં AMCના નામે કારખાનાને સીલ મરાવી દેવાની ધમકી આપીને રૂપિયા 5 લાખ માગ્યા હતા. એટલું જ નહીં, ફેકટરીમાં બળજબરીથી ઘુસીને વિડિઓ બનાવીને વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. પરંતુ ફેક્ટરી માલિકની જાગૃતતા અને પોલીસની કાર્યવાહીના કારણે નકલી પત્રકારનો ભાંડો ફૂટ્યો છે.

Next Story