Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ભગવાન નવા રથમાં બેસી નીકળશે નગરચારીએ, ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું પૂજન અર્ચન

ભગવાન જગન્નાથના રથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પણ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી છે.

X

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આજથી કરવામાં આવી છે.આજે અખાત્રીજ અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથના રથની વિશેષ પૂજા કરવામાં આવી હતી

ભગવાન જગન્નાથના રથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પણ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી છે. રથની પૂજામાં મંત્રોચાર સાથે વિધિ કરવામાં કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળે તે પહેલાં રથનું સમારકામ કરવામાં આવે છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે રથ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે. રથના કલર આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આજે રથની પૂજા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. રથની પૂજાવિધિમાં ધારાસભ્ય દિનેશ કુશવાહા, હર્ષદ પટેલ, કૌશિક જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, મેયર કિરીટ પરમાર તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી

Next Story