અમદાવાદ : સાબરમતી નદી પ્રદુષિત કરતાં એકમો સામે હાઇકોર્ટની લાલ આંખ, ડ્રેનેજ જોડાણ કટ કરવા આદેશ

અમદાવાદની સાબરમતી નદીમાં દિવસેને દિવસે પાણી પ્રદુષીત થતું જાય છે. જેથી આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે આંખ લાલ કરી છે.

New Update

અમદાવાદની સાબરમતી નદીમાં દિવસેને દિવસે પાણી પ્રદુષીત થતું જાય છે. જેથી આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે આંખ લાલ કરી છે. હવે જે પણ સાબરમતી નદીની અવદશા કરે તેની ખેર નહી તેમ સમજી લેજો. નદી પ્રદુષિત કરતા એકમો વિરુદ્ધ હાઈકોર્ટ દ્વારા મોટો હુકમ આપવામાં આવ્યો છે.

સાબરમતીમાં વધતા જતા પ્રદુષણના કારણે ગુજરાત હાઇકોર્ટ નદી પ્રદુષિત કરતા એકમો સામે હુકમ આપતા કહ્યું કે, જ્યા સુધી નદી ચોખ્ખી ન થાય ત્યા સુધી ડ્રેનેજ જોડાણ કટ રહેશે. જેમાં કુલ 11 ઔદ્યોગિક એકમોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેથી હવે નદીમાં થતા પ્રદુષણમાં ઘટાડો જોવા મળશે. વધુમાં હાઈકોર્ટ દ્વારા પહેલાથી જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ એકમોએ AMCની કાર્યવાહી પર વાંધો ઉઠાવવા કોર્ટમાં ન આવવું. સાથે જ કોર્ટે એવું પણ કહ્યું કે, પર્યાવરણ ખરાબ કરનાર કોઈને પણ નહી બક્ષે. આપને જણાવી દઈએ કે, AMC દ્વારા પ્રદુષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે, જ્યારે નદીમાં થતું પ્રદુષણ અટકશે પછી જ રાહત મળી શકશે. AMCએ કરેલી કાર્યવાહી સામે 11 એકમોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે અરજી હવે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા આ 11 એકમો સામે ડ્રેનેજ કટની કાર્યવાહી કરવામાં આવી હતી. જેની સામે આ એકમો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરીને વાંધો ઉઠાવામાં આવ્યો હતો. પરંતું કોર્ટે તેમની અરજી ફગાવી દીધી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, જ્યા સુધી નદી ચોખ્ખી ન થાય ત્યા સુધી ડ્રેનેજ જોડાણ કટ રહેશે.

Latest Stories