Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ભારતી આશ્રમ વિવાદમાં ઋષિ ભારતી બાપુના સમર્થકો પહોંચ્યા પોલીસ મથકે,કહ્યું બાપુ પર થયેલ ફરિયાદ ખોટી છે

સરખેજ પોલીસને આપ્યું આવેદનપત્ર, ઋષિ ભારતી બાપુ પર થયેલ ફરિયાદ ખોટી હોવાનો દાવો

X

ભરતી બાપુના આશ્રમની જમીનને લઈ વિવાદ વધુ ઘેરો બન્યો છે ત્યારે આજરોજ અમદાવાદમાં ઋષિ ભારતી બાપુના સમર્થકો સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઋષિ ભારતી બાપુ પર થતી ફરિયાદ ખોટી હોવાનો દાવો કર્યો હતો

બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુના નિધન બાદ ભારતી આશ્રમને લઈને વિવાદ વધતો જાય છે. પહેલા તો હરિહરાનંદ બાપુ ગાયબ થઈ ગયા અને તેમને બે દિવસ બાદ નાશિક મળ્યા હતા ત્યારે હરિહરાનંદ બાપુ અને ઋષીભારતી બાપુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પોહ્ચ્યો છે. બે દિવસ પહેલા સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષીભારતી બાપુ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી ત્યારે આજે ઋષિ ભારતીના સમર્થકોએ સરખેજ પોલીસમાં આવેદન પત્ર આપી ઋષિ ભારતીના જીવને જોખમ હોય અને આશ્રમ પર પણ ગુંડાઓ હુમલો કરે તે ડર હોય તે બાબતે ઉલ્લેખ કરી પોલીસ પ્રોટેક્શન આપવા માગ કરી છે અને ઋષિ ભારતી વિરુદ્ધ થતી ફરિયાદો ખોટી હોવવાનો દાવો કર્યો હતો.

Next Story