Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સ્પોર્ટ્સ શિક્ષકે ૩ વિદ્યાર્થિનીઓને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી એકલામાં મળવા બોલાવી હોવાના આક્ષેપ

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલમાંથી શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદ: સ્પોર્ટ્સ શિક્ષકે ૩ વિદ્યાર્થિનીઓને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી એકલામાં મળવા બોલાવી હોવાના આક્ષેપ
X

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલમાંથી શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. આ સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે ફરજ બજાવતા શિક્ષક સ્કૂલની ત્રણ વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ શિક્ષકે મેસેજ કરીને એકલા મળવા માટે બોલાવી હતી. જો કે, સ્કૂલ દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તપાસ માટે ઈન્ટરનલ કમિટીની પણ રચના સ્કૂલ દ્વારા કરવામાં આવી છે.આક્ષેપ મુજબ, સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ સ્પોર્ટ્સ ટીચર ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થીઓને મેસેજ કર્યા હતા.

શિક્ષકે વિદ્યાર્થિનીઓના ફોટા મંગાવ્યા હતા. ઉપરાંત તેઓને મળવા માટે એકલા બોલાવી હતી. ટિચરનો ઈન્સ્ટાગ્રામ પર આવો મેસેજ આવતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગઈ હતી અને તેઓએ આ વાતની જાણ સ્કૂલના પ્રિન્સિપાલને કરી હતી. જે બાદ પ્રિન્સિપાલે તપાસની ખાતરી આપી હતી મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ સ્પોર્ટ્સ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તપાસ માટે ઈન્ટરનલ કમિટીની પણ રચના રવામાં આવી છે. તેમજ તપાસ માટે ઈન્ટરનલ કમિટીની પણ રચના રવામાં આવી છે. આ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ મેનેજમેન્ટ આ મામલે વધુ કાર્યવાહી કરશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, હાલ જે શિક્ષક સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. એ સમયે પણ આ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેઓને ફરજ પર લઈ લેવામાં આવ્યા હતા.

Next Story