Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દેશમાં સીમ સ્વેપિંગથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર માસ્ટરમાઈન્ડની ધરપકડ

આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને માત્ર 10 ધોરણ પાસ છે જે ભલભલા લોકોને પોતાનો શિકાર બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યો છે

અમદાવાદ: દેશમાં સીમ સ્વેપિંગથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર માસ્ટરમાઈન્ડની ધરપકડ
X

અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી નાઇજિરિયન ગેંગના માસ્ટર માઇન્ડ એવા ભારતીય સાગરીતની ધરપકડ કરી છે. નાઇજિરિયન ગેંગના માસ્ટર માઇન્ડની ધરપકડ સાથે જ ગુજરાત અને ગુજરાત બહારના અનેક રાજ્યોના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સીમ સ્વેનેપિંગનો માસ્ટર માઈન્ડ કરોડો રૂપિયાની ઠગાઈ કરી ફરાર ગતો. પરંતુ હવે તે સાયબર ક્રાઇમની કસ્ટડીમાં આવી ગયો છે.સાઇબર ક્રાઇમની કસ્ટડીમાં ઉભેલા આ આરોપીનું આરોપીનું નામ સાગર મહાતો છે.

આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને માત્ર 10 ધોરણ પાસ છે જે ભલભલા લોકોને પોતાનો શિકાર બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યો છે. વર્ષ 2020 માં અમદાવાદના એક વાપરી સાથે 1 કરોડ 37 લાખ કરતાં વધુ રૂપિયાની સીમ સ્વેપિંગ ના આધારે છેતરપિંડી થઈ હોવાથી ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરી હતી અને જેની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમ સૌથી મોટી સફળતા મળી છે. અને વેસ્ટ બેંગાલ થી સીમ સ્વેપીંગ ગુનાનો માસ્ટરમાઈન્ડ આરોપી સાગર મહાતોની ધરપકડ કરી છે.આરોપી ની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો તે ગુનો આચરવા માટે શનિવારનો દિવસ નક્કી કરતો હતો.

જેથી કરીને ભોગ બનનારને પોતાના એકાઉન્ટની કે ટ્રાન્જેક્શન ની વિગત ના મળે અને બે દિવસમાં ભોગ બનનાર ના પૈસા બીજા એકાઉન્ટ ટ્રાન્સફર કરી દેતો હતો. આરોપીની પૂછપરછ માં નાઇજિરિયન ગેંગ દ્વારા તેને ડેટા આપવામાં આવતા હોવાની કબૂલાત કરી છે.ફ્રોડ કરેલા પૈસા ના 50 ટકા રૂપિયા નાઇજિરિયન ગેંગ દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા. આરોપી અગાઉ મુંબઈ, હૈદરાબાદ, વેસ્ટ બંગાળ માં 10 થી વધુ ગુનામાં પકડાયો છે

Next Story