Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:કચરો ભેગો કરવા મ.ન.પા આપશે ફ્રી ડસ્ટબીન, રૂ.12 કરોડનો કરશે ખર્ચ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડસ્ટબીન પાછળ કરોડોનો ખર્ચ કરશે.AMC ડસ્ટબીન પાછળ રૂ.12 કરોડથી વધુનો ખર્ચ કરશે.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ:કચરો ભેગો કરવા મ.ન.પા આપશે ફ્રી ડસ્ટબીન, રૂ.12 કરોડનો કરશે ખર્ચ
X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડસ્ટબીન પાછળ કરોડોનો ખર્ચ કરશે.AMC ડસ્ટબીન પાછળ રૂ.12 કરોડથી વધુનો ખર્ચ કરશે.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 16.5 લાખ ઘરોમાં 32 લાખ ડસ્ટબીન નું વિતરણ થશે.સૂકો અને ભીનો કચરો નાખવા 2 ડસ્ટબીન અપાશે.હેલ્થ કમિટી સ્વચ્છતા પર ભાર મુકવાના નામે ડસ્ટબીન ઘરે ઘરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો. શહેરના અંદાજે 16.5 લાખ ઘરોમાં ડસ્ટબીન મુકવામાં આવશે. ટેક્ષ બિલ ધારકો અને ટેક્સ ન ભરનાર નાગરિકોના ઘરે પણ ડસ્ટબીન આપવામાં આવશે. ડસ્ટબીન પાછળ અંદાજે 12 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે. મહત્વનું છે કે, અગાઉ પણ અમદાવાદ મનપા દ્વારા ડસ્ટબીન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી મનપા લોકોને ડસ્ટબીન આપવાનો નિર્ણય કર્યો છે.અમદાવાદ પાછલા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેર સ્વચ્છ સર્વેક્ષણની યાદીમાં ચાર ક્રમ નીચે આવી ગયું છે. વર્ષ 2019માં અમદાવાદ શહેર યાદીમાં છઠ્ઠા સ્થાને હતું, જ્યારે વર્ષ 2021માં તે 10 માં સ્થાને ધકેલાયું છે. તાજેતરમાં કરવામાં આવેલા 2021 સ્વચ્છતા સર્વેમાં ગુજરાત રાજ્યએ 931 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે હવે એએમસીના શાસકો જાગ્યા છે અને શહેરને ગંદકીથી મુકત કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે

Next Story