Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સ્વાસ્થ્ય પ્રેમી જનતા માટે રિવર ફ્રન્ટ ખાતે નિર્માણ પામશે "ઓપન જિમ"

જીમ અમદાવાદ રિવરફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં અને બાળકોના રમવાના મેદાનમાં વિવિધ સાધનો મુકવામાં આવશે.

અમદાવાદ : સ્વાસ્થ્ય પ્રેમી જનતા માટે રિવર ફ્રન્ટ ખાતે નિર્માણ પામશે ઓપન જિમ
X

અમદાવાદ શહેરના રિવફ્રન્ટને વધુ સુદ્રઢ બનાવવા માટે ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નવા વિવિધ પ્રોજેક્ટ પર કામ આગામી 90 દિવસમાં પૂર્ણ કરવા રિવરફ્રન્ટ ખાતે ખુલ્લું જિમ બનાવવામાં આવશે. આ જીમ અમદાવાદ રિવરફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં અને બાળકોના રમવાના મેદાનમાં વિવિધ સાધનો મુકવામાં આવશે. રિવરફ્રન્ટ પર 6 હજાર પગલાં ચાલવામાં આવે તેવી રીતે વોક-વે પણ બનાવવામાં આવશે.

તા. 1 મેથી અમદાવાદના રિવરફ્રન્ટ પર 2 જગ્યા પર ફ્રીમાં યોગા ક્લાસ શરૂ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર આર્મી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તે માટે વિનતી પણ કરવામાં આવી છે. જે હવે આગામી સમયમાં આર્મી ઇવેન્ટ પણ અહીંયા કરવામાં આવશે. સાથે સાથે NCCની વિવિધ ટ્રેનીંગ પણ અહીંયા કરવામાં આવશે. રિવરફ્રંટ ફેઝ 2 કામ ચાલી રહ્યું છે. જેમાં રસ્તા પરથી શહેરીજનો સાબરમતી નદીની પાણી નિહાળી શકે તેવો રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં હેરિટેજ ગાર્ડન બનાવવામાં આવશે.

જેમાં વોકિંગ ટ્રેક અને રાત્રિ સમય અલગ અલગ પ્રકારના લાઇટિંગ પણ નિહાળી શકાશે. અમદાવાદ શહેરમાં થોડાક સમય પહેલા જ 3 લાખ ઝાડ ઉગાડવામાં આવ્યા હતા, અને હવે આગામી સમય વધુ 3 લાખ વૃક્ષો વાવીને રિવરફ્રન્ટ વધુ હરિયાળું બનાવવામાં આવશે. સાબરમતીના પાણી પહેલા ઝીરો લેવલ ઓક્સિજન લેવલ જોવા મળતું હતું. પરંતુ હાલ રિવરફ્રન્ટ વિસ્તારમાં 72 ટકાની આસપાસ ઓક્સિજન લેવલ છે. હાલમાં દફનાળા વિસ્તારમાં પાણી ખૂબ જ ખરાબ છે, જ્યાં ઓક્સિજન લેવલ 2 ટકા જ છે. જે વિસ્તારમાં સુએઝ નહેરનું પાણી સાબરમતી ઠાલવવામાં આવે છે તે બંધ કરવામાં આવશે.

Next Story