Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રખડતી ગાય ન પકડવા હપ્તા અને દિવાળી બોનસ પેટે રૂ.10 હજાર લેતા PI કુરેશી ઝડપાયા

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોને કારણે અનેકવાર વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીઓ પડતી હોય છે

અમદાવાદ: રખડતી ગાય ન પકડવા હપ્તા અને દિવાળી બોનસ પેટે રૂ.10 હજાર લેતા PI કુરેશી ઝડપાયા
X

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોને કારણે અનેકવાર વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીઓ પડતી હોય છે અને તેને જ કારણે હાઇકોર્ટમાં અનેકવાર પિટિશન દાખલ કરવામાં આવી છે અને હાઈ કોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખખડાવી છે. ત્યારે દર મહિને રખડતા ઢોર ન પકડવા માટે લાખો રૂપિયાનો હપ્તો અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે અને તેવી જ લાંચિયા અધિકારી અમદાવાદ ACB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એમ. એફ. કુરેશી જે કોર્પોરેશનમાં ઢોર વિભાગમાં પી.આઈ તરીકે ફરજ બજાવે છે તેને 10 હજારની લાંચ લેતા ACB રંગેહાથે ઝડપી પડ્યા છે.

અમદાવાદમાં રખડતા ઢોરોની સમસ્યા મોટી સમસ્યા છે. છતાં કોર્પોરેશનનું CNCD વિભાગ કામગીરી કરતું નથી. માત્ર કામગીરી બતાવવા માટે અમુક ગયો પકડીને ગાયો નહીં પકડવા માટે ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોય છે. ભાજપના શાસકો પણ આ બાબતે સારી રીતે જાણે છે તેમ છતાં મૌન રહે છે. ACB ઢોર પાર્ટી વિરુદ્ધ અનેક ફરિયાદો આવી હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર પાર્ટી પી.આઈ. એફ. એમ. કુરેશી ગાયો નહીં પકડવાની અને કેસ નહીં કરવાના માહિને ની માગણી કરે છે અને જો ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે. સોમવારે ફરિયાદીને ફોન કરી પી.આઈ. કુરેશી 10000 હજાર હપ્તા અને 10000 દિવાળી બોનસ પેટે કુલ રૂપિયા 20000ની માગણી કરી હતી. જેથી ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા નહીં હોવાનું કહેતા પી.આઈ. કુરેશી હપ્તાના 10000 આપી જવાનું કહ્યું જે લાંચની રકમ ફરિયાદ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર 1064નો સ્પાર્ક કરી ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે સાંજે લાંચના છટકામાં આયોજન કરતા આરોપી સાથે ફરિયાદીએ હેતુલક્ષી વાતચીત કરી 10000ની લાંચ લેતા એરપોર્ટ સર્કલ પાસે હોટલની છત પરથી રંગેહાથે ઝડપી લીધો છે. ACB દ્વારા આરોપીને પકડી વધુ તપાસ સારી કરવામાં આવી છે.

Next Story