Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની કરાઇ બદલી

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની કરાઇ બદલી
X

દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. એક સાથે જ તમામ 1124 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં પોલીસકર્મી છેલ્લા ઘણા વર્ષોથી એક જ સ્થળ પર ફરજ બજાવી રહ્યા હતા.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આ બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષથી પોલીસ કર્મચારીની બદલી અટકી પડી હતી.

Next Story