Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ સિરયલ બ્લાસ્ટ મામલો સુનાવણી થઈ શરુ

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે.

અમદાવાદ સિરયલ બ્લાસ્ટ મામલો સુનાવણી થઈ શરુ
X

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA ( અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 29 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિત સજાની આજે 10.45 વાગ્યે સિટી સિવિલ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આજે દોષિતો અને બને પક્ષના વકીલોને સાંભળવામાં આવશે

બ્લાસ્ટના દોષિત આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી રજૂ કરવામાં આવ્યા છે. આરોપી પક્ષ દ્વારા દોષિતોની મેડિકલ, શૈક્ષણિક લાયકાત અને ઘરની પરિસ્થિતિ અંગેની વિગતો કોર્ટમાં રજૂ કરશે. સુનાવણીને પગલે આજે ભદ્ર કોર્ટ પરિસર બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સજા અંગે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77 માંથી 51 આરોપીઓ બંધ છે. તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા છે. બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી ચાલી રહી છે જેમાં હાલમાં સાબરમતી જેલની બહાર શાંત માહોલ જોવા મળી રહ્યો છે.સુનાવણી દરમ્યાન આ આરોપીએ પોતાના પક્ષ રાખ્યા છે.

આરોપી નંબર 5: ગ્યાસુદ્દિન અંસારીએ કહ્યું, મારા વકીલ મારા વતી રજુઆત કરશેઆરોપી નંબર 6: મારા ઘરની સ્થિતિ સારી નથી. મારા માતા પિતા વૃદ્ધ છે, બાળકો અને પત્નીની જવાબદારી છે. 13 વર્ષ જેલમાં રહ્યો છું એ ધ્યાને લેજો

આરોપી નંબર-7: મને ખોટી રીતે દોષિત ઠેરવાયો આરોપી નંબર-8: પરિવારની સ્થિતિ સારી નથી. મને શારીરિક તકલીફો પણ છે. વધુ સજા કરશો તો પરિવારની સ્થિતિ વધુ બગડશે, એ ધ્યાને લેશો.

આરોપી નંબર 10: કયા કેસમાં અમને દોષિત માન્યાં છે એ અમને કહેવાયું નથી. મને દોષિત માન્યો એ ગુનો મેં કર્યો જ નથી. લોકોના પરિવાર બરબાદ થઈ ગયા. 14 વર્ષ અમે જેલમાં કાઢ્યાં છે એની કિંમત પરિવારજનોએ ચૂકવવી પડી છે.

Next Story