Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: યુવકનો આપઘાત, મોત માટે કંપનીના સુપરવાઈઝર અને મેનેજરને જવાબદાર ઠેરવ્યા

અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં રહેતા ડેનીશ ક્રિશ્ચિયન ઓઢવ ખાતે આવેલી એક કંપનીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતા હતા..

અમદાવાદ: યુવકનો આપઘાત, મોત માટે કંપનીના સુપરવાઈઝર અને મેનેજરને જવાબદાર ઠેરવ્યા
X

અમદાવાદ શહેરમાં એક યુવકે કંપની સુપરવાઈઝર અને મેનેજર ના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. જેમાં કંપનીના મેનેજર-સુપરવાઇઝર દ્વારા માનસિક ટોર્ચર કરી નોકરી માંથી કાઢી મુકવાનો હુકમ કરી માનસિક રીતે હેરાન કરતા યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ પોતાના જીવનને ટૂંકાવી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં રહેતા ડેનીશ ક્રિશ્ચિયન ઓઢવ ખાતે આવેલી એક કંપનીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતા હતા..

ડેનીશ કિશ્ચિયન છેલ્લા 4 મહિનાથી કમરનો દુખાવો થયો હોવાથી તેનાથી હાર્ડવર્ક થઈ શકતું ન હતું. જેથી તેમણે કંપનીના મેનેજર યોગેશ અને સુપરવાઈઝર મહેન્દ્ર પવારને હળવુ કામ આપવા માટે વારંવાર રજૂઆત કરી હતી, છતાં મેનેજર અને સુપરવાઈઝર ડેનીશ ક્રિશ્ચિયન હાર્ડવર્કનું કામ આપી ત્રાસ આપવામાં આવતો હતો 19 એપ્રિલ 2022 નાં રોજ ડેનીશ ક્રિશ્ચિયન નોકરી પર ગયા અને સાંજે ઘરે પરત ફરતા પત્નીને જણાવ્યું હતુ કે કંપનીએ તેને સસ્પેન્શન ઈન્કવાયરીનાં કામે નોટિસ આપી છે અને નોટીશનો જવાબ કરવા માટે 7મી મેના રોજ સવારે 10 વાગે કંપનીમાં હાજર રહેવા જણાવ્યું છે.

પત્ની એ પૂછતા ડેનીસે જણાવ્યુ હતુ કે કંપનીના મેનેજર યોગેશભાઈ તથા કંપની સુપરવાઈઝર મહેન્દ્રભાઈ પવારે તેને કંપનીમાં બે કલાક બેસાડી રાખી માનસિક ટોર્ચર કરી નોકરીમાંથી છૂટા કરી દેવાનો મૌખિક હુકમ કર્યો છે. જે બાદ બપોરના સમયે ડેનીશ ક્રિશ્ચિયન પત્ની ને ઉપરના મકાનમાં બાઇબલ વાંચીને આવુ છુ તેમ જણાવી ઉપરના માળે ગયા હતા બપોરના સાડા ત્રણ વાગે ડેનીશ ક્રિશ્ચિયન પત્ની ચા બનાવી પતિને ચા આપવા માટે ઉપરના માળે ગઈ હતી,

જોકે મકાન નો દરવાજો બંધ હોવાથી તેણે ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો ન હતો.જેથી તેઓએ દરવાજો જોરથી ખોલતા ઘરમાં છત પર લગાવેલા લોખંડ ના હુકમાં પતિએ નાયલોનની દોરી થી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તેણે બૂમાબૂમ કરી હતી આ સમગ્ર મામલે ડેનીશ ક્રિશ્ચિયન પત્નીએ પતિની કંપની મેનેજર અને સુપરવાઈઝર સામે આત્મહત્યા દૂષ્પ્રેરણ ની ફરિયાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story