અમદાવાદ : સાબરમતીના તટે સુરક્ષાદળોના જવાનોના કરતબોએ સૌને મંત્રમુગ્ધ કર્યા
અમદાવાદ સાબરમતી રીવરફ્રંટ ખાતે આજે સીમા દળના દ્વારા “ડેર ડેવિલ શો” નું આયોજન કાર્યક્રમ કરવામાં આવ્યું હતુ.

અમદાવાદ સાબરમતી રીવરફ્રંટ ખાતે આજે સીમા દળના દ્વારા "ડેર ડેવિલ શો" નું આયોજન કાર્યક્રમ કરવામાં આવ્યું હતુ.
દેશમાં પોતાના સાહસિક કરતબોથી અનેક વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર "જાંબાઝ ગ્રુપ" અને દેશના પ્રથમ મહિલા "સીમા ભવાની" ગ્રુપ દ્વારા સાબમરતીના તટ પર બુલેટ ઉપર અનેકવિધ કરતબો કરીને લોકોને આકર્ષિત કર્યા હતા.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ પ્રત્યક્ષ આ કરતબને નિહાળીને તેની પ્રશંસા કરી હતી. તેઓએ વિશેષમાં કહ્યું હતુ કે,દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે. ત્યારે પ્રધાનમંત્રી દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" હેઠળ વિવિધ કાર્યક્રમો ઉજવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. જેનો મુખ્યઉદ્દેશ વર્તમાન પેઢીને દેશની સ્વતંત્રતા પાછળ પોતાના જીવ ગુમાવનારા નામી-અનામી વીરશહીદોના બલિદાનથી માહિતગાર કરીને દેશભાવનાને પ્રબળ બનાવવાનો છે.
પ્રધાનમંત્રીએ સાબમતીના તટ પરથી જ 12 માર્ચે મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કરીને સમગ્ર દેશભરમાં "આઝાદી કા અમૃત મહોત્સવ"ની શરૂઆત કરી હતી. જેના ભાગરૂપે જ આજે "સીમા સુરક્ષા દળ" દ્વારા અમદાવાદ સાબરમતીના તટ પર "ડેર ડેવિલ" કાર્યક્રમના આયોજન થકી દેશની મુખ્ય સૈન્ય દળ સાથે પેરામિલ્ટ્રી દળોના શૌર્યભર્યા વિવિધ કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે પ્રશંસા અને ગૌરવને પાત્ર છે તેમ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બી.એસ.એફ. દેશની પ્રથમ લાઇન ઓફ કંટ્રોલ છે. જે ધૂસણખોરો, આંતકવાદીઓ જેવા ત્રાસવાદી તત્વોને દેશમાં પ્રવેશતા રોકે છે. તેમનો વીરતાપૂર્વક સામનો કરે છે.તેઓ જીવના જોખમે દિવસ રાત સીમા પર તહેનાત રહીને દેશની રક્ષા કરે છે.
નરેન્દ્રભાઇ મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી તેઓએ આંતકવાદી ગતિવિધીઓને રોકવા માટે અનેક નિર્ણયો કર્યા છે. ભારતીય સૈન્યએ પણ આ સમયગાળા દરમિયાન આંતકવાદીઓના બદઇરાદાને નાકામ કરવા દુશ્મન દેશના ધરમાં ધૂસીને સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક દ્વારા તાબડતોડ જવાબ આપી દુશ્મનોને અને આંતકીઓને ઠાર કર્યા છે.
આજે બી.એસ.એફ.ના જવાનો અને ખાસ કરીને મહિલા જવાનોની ટૂકડી દ્વારા દર્શાવવામાં આવી રહેલા કરતબો ભારતીય જવાનોની સંતુલન, સંયમ, આત્મવિશ્વાસ અને અનુસાસનના સમન્વયનું સ્વરૂપ છે તેનો પરચો સૌને કરાવે છે.
આ ટૂકડીના કરતબોને 26 મી જાન્યુઆરીના દિવસે રાજપથ ખાતે નિહાળીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પણ પ્રશંસા કરી ચૂક્યા છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની નજીક પહોચ્યો, નવા 475 કેસ...
28 Jun 2022 4:26 PM GMTઅરવલ્લી : પશુની તસ્કરી કરતો ટ્રક પલટી મારી જતાં 6 પશુના મોત, જુઓ LIVE...
28 Jun 2022 3:20 PM GMTસુરત : ક્રાઇમ બ્રાન્ચના દિલધડક ઓપરેશન બાદ સિકલીગર ગેંગના 4 કુખ્યાત...
28 Jun 2022 1:14 PM GMTભરૂચ: ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનુ મોત નીપજયું...
28 Jun 2022 12:35 PM GMT'અસામાજિક તત્વોનો આંતક' દસાડાના વણોદ ખાતે નાઇટ ડ્યુટી કરી રહેલા GRD...
28 Jun 2022 12:04 PM GMT