Connect Gujarat
અમદાવાદ 

અંકલેશ્વર: અમરાવતી નદીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, ગ્રામજનોએ ઠાલવ્યો રોષ

અંકલેશ્વર તાલુકાના દઢાલ,જીતાલી અને ઉછાલી ગામની સીમમાંથી અમરાવતી ખાડી પસાર થાય છે

અંકલેશ્વર: અમરાવતી નદીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, ગ્રામજનોએ ઠાલવ્યો રોષ
X

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં કેમિકલ યુક્ત દુષિત પાણીને પગલે અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાના આક્ષેપ કર્યા છે

અંકલેશ્વર તાલુકાના દઢાલ,જીતાલી અને ઉછાલી ગામની સીમમાંથી અમરાવતી ખાડી પસાર થાય છે જે ખાડીમાં સમયાંતરે કેમિકલ ભળવાથી જળચરોના મોત નીપજતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. અવારનવાર ઉદ્યોગોનું કેમિકલયુક્ત દુષિત પાણી ખાડીમાં ઠલવાતું હોવાના અંગે અનેકવાર પર્યાવરણ પ્રેમીઓએ અને સ્થાનિકોએ જી.પી.સી.બીમાં રજૂઆત કરી છે પરંતુ તંત્રની ઉદાસીનતાને પગલે જળચરોના મોત નીપજી રહ્યા છે જેને કારણે ગ્રામજનોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે જી.પી.સી.બી દ્વારા યોગ્ય સેમ્પલ લઇ તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે .

Next Story