Connect Gujarat
અમદાવાદ 

હવામાન વિભાગની વધુ એક "આગાહી", હવે પડશે હાડ થીજાવતી ઠંડી...

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં.

હવામાન વિભાગની વધુ એક આગાહી, હવે પડશે હાડ થીજાવતી ઠંડી...
X

રાજ્યમાંથી માવઠાનો ડર ગયો છે. ડિસેમ્બરમાં હવે ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. જે બાદ ઠંડીમાં વધારો થઇ શકે છે. નોંધનીય છે કે, રવિવારે અમદાવાદમાં સામાન્ય ઘટાડા સાથે 18.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

અમદાવાદમાં રવિવારે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. તેમજ સાંજ પડતાં પવનની ગતિ ઘટી જતાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. સામાન્ય રીતે વિઝિબિલિટી 4 કિલોમીટરની હોય છે. પરંતુ, શિયાળામાં વહેલી સવારે વિઝિબિલિટી ઘટીને 1થી 2 કિલોમીટરની થઇ જતી હોય છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, 9મીથી ઠંડીમાં વધારો શરૂ થશે. ગત રવિવારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી 11.8 ડિગ્રી સાથે નલિયા માં નોંધાઈ હતી. આ સાથે જણાવ્યુ હતુ કે, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે. જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેર નોંધાશે નહીં. રવિવારે, વલસાડનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતુ. આ સાથે અમરેલીનું તાપમાન 16 ડિગ્રી, મહુવા અને કેશોદનું તાપમાન 17 ડિગ્રી અને અમદાવાદનું તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. આ સાથે શહેરમાં તારીખ 7 અને 8ના રોજ 17 ડિગ્રી ઠંડી રહેશે, જ્યારે તારીખ 9થી તા. 11 સુધી 16 ડિગ્રી ઠંડી રહેશે. હજુ ભેજનું પ્રમાણ સવારના સમયે 78 ટકા અને સાંજના સમયે 59 ટકા નોંધાયું હતું.

Next Story
Share it