Connect Gujarat
અમદાવાદ 

શિવાંશ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો, સચિને શિવાંશની માતા મહેંદીની હત્યા કરી શિવાંશને ગાંધીનગર છોડી દીધો

શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીની તેના પ્રેમી સચિન દીક્ષિતે બરોડામાં હત્યા કર્યાનો ઘટસ્ફોટ

શિવાંશ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો, સચિને શિવાંશની માતા મહેંદીની હત્યા કરી શિવાંશને ગાંધીનગર છોડી દીધો
X

ગાંધીનગરના પેથાપુર પાસેથી મળી આવેલા શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીની તેના પ્રેમી સચિન દીક્ષિતે બરોડામાં હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. મહેંદીએ સાથે રહેવાની જીદ કરતા સચિને ગળું દબાવી હત્યા કરી, લાશને સૂટકેસમાં પેક કરી રસોડામાં મૂકી શિવાંશને લઇ ગાંધીનગર આવી ગયો હતો.

સચિને હીનાની હત્યા કરી સચિન બે દિવસ પહેલા વતન જવા નીકળી ગયોહતો ગળુ દબાવી સચિનની હત્યા કરી બાળકને અત્યારે શિશુ ગૃહમાં રાખવામાં આવ્યું છે ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે

ગાંધીનગર પેથાપુરમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલા શિવાંશ નામના બાળકના મામલે નવો વળાંક આવ્યો છે. સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને અમદાવાદ લવાયા બાદ પૂછપરછમાં અનુરાધાએ આ બાળક પોતાનું હોવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે હવે પોલીસ તપાસમાં શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું જાણવા મળ્યું છે.

સચિન દીક્ષિત અને હિના ઉર્ફે મહેંદી બંને બરોડાના બાપોદ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતા હતા. બે દિવસ પહેલા સચિનને તેના માતાપિતા સાથે પોતાના વતનમાં જવું હોવાથી તેને હિનાને વાત કરી હતી. જેથી હિનાએ કહ્યું હતું કે, હવે તું ત્યાં જવાનું છોડી દે અને મારી સાથે જ રહે. જે વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થતા સચિને ગળું દબાવી હિનાની હત્યા નિપજાવી હતી. બાદમાં લાશને પેક કરી રસોડામાં મુકી દીધી હતી અને ત્યાંથી શિવાંશને લઈ અમદાવાદ આવવા નીકળી ગયો હતો. અમદાવાદ આવતી સમયે શિવાંશને ગાંધીનગરમાં ગૌશાળા પાસે છોડી દીધો હતો અને સચિન તેના પરિવાર સાથે પોતાના વતન જવા નીકળી ગયો હતો.

હિના અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી હતી ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને 2019થી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. 2020માં શિવાંશનો જન્મ થયો હતો. બાદમાં સચિનની જૂન મહિનામાં બરોડામાં બદલી થતા તે બરોડા રહેવા ગયા હતા. બરોડાના બાપોદ વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખી રહેતા હતા.

પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ સચિન દીક્ષિત અઠવાડિયા દરમિયાન સોમથી શુક્ર સુધી બરોડામાં હિનાની સાથે રહેતો હતો. વીકેન્ડમાં તે ગાંધીનગર સ્થિત પોતાના માતાપિતા અને પત્નીની સાથે રહેવા આવતો હતો.

Next Story