Connect Gujarat
અમદાવાદ 

સી.એમ.ભૂપેન્દ્ર પટેલ અને દાદા ભગવાનનો ૨૦ વર્ષ જૂનો અતૂટ સંબંધ

અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી બનનાર ભૂપેન્દ્ર પટેલ બીજા ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલની ખાસિયત એ છે

સી.એમ.ભૂપેન્દ્ર પટેલ અને દાદા ભગવાનનો ૨૦ વર્ષ જૂનો અતૂટ સંબંધ
X

અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી બનનાર ભૂપેન્દ્ર પટેલ બીજા ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલની ખાસિયત એ છે કે તેઓ મૃદુભાષી અને શાંતિપ્રિય છે ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં દાદા ના હુલામણા નામથી ઓળખાય છે. ખાસ કરીને દાદા ભગવાનના વિશેષ આસ્થા ધરાવે છે.અત્યંત શાલીન અને મૃદુભાષી ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા આયોજિત સત્સંગ માં હાજરી પણ આપે છે. ચૂંટણીમાં ભવ્ય જીત બાદ તે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા આયોજિત પૂજ્ય દીપકભાઈ નો રાત્રી સત્સંગ માં હાજરી આપી હતી. આ દરમિયાન તેનું મૃદુ અને સૌમ્ય વ્યક્તિત્વ પણ લોકોને જોવા મળ્યું હતું અને દાદાએ હળવી શૈલીમાં લોકો સાથે વાતચીત પણ કરી હતી ફાઉન્ડેશનનો નાતો આજકાલનો નથી, પરંતુ 20 વર્ષ કરતા પણ જૂનો છે. સ્વ.નિરુમાના વક્તવ્યો અને પ્રવચનો થી ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રભાવિત થયા હતા. આ કારણથી જ તેમણે સ્વ. નિરુમા પાસેથી અસંખ્યવાર જ્ઞાનવિધિ મેળવેલી હતી. આજે પણ પોતાની સફળતા અને જીતનો શ્રેય તેઓ દાદા ભગવાનને આપે છે..પહેલી વખત સીએમ બન્યા ત્યારબાદ આધ્યાત્મના રંગના કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. શાલિન અને મૃદુભાષી એવા ભૂપેન્દ્ર પટેલ ને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા છે. પ્રથમવાર મુખ્યમંત્રી તરીકે તેમનું નામ જાહેર થયા બાદ ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે જઈને સરકાર રચવાનો દાવો કર્યો હતો અને ત્યારબાદ તેઓ સીધા જ અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર પહોંચ્યા હતા. ત્રિમંદિર ખાતે તે દાદા ભગવાન ફાઉન્ડેશન ના અધ્યક્ષના આશીર્વાદ લીધા હતા. તેમની આવી શ્રદ્ધા અને સંસ્કારના દર્શન કરાવતો વીડિયો પણ જોતજોતામાં વાયરલ થયો હતો

Next Story