Connect Gujarat
અમદાવાદ 

Covid-19 : રાજ્યમાં આજે 28 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 50 દર્દીએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

Covid-19 : રાજ્યમાં આજે 28 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 50 દર્દીએ કોરોનાને આપી મ્હાત
X

રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.73 ટકા થયો છે.

વડોદરા શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 4, આણંદમાં 2, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 109 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 389 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 304 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 6, જામનગર શહેરમાં 9, સુરત ગ્રામ્યમાં 2, નવસારી, વલસાડ, વડોદરા, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.

Next Story