રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 74 એક્ટિવ કેસ છે. આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2 કેસ નોંધાયા છે. 5 કોર્પોરેશન અને 28 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ રહ્યા છે. આજે 11 દર્દી સાજા થયા છે. જ્યારે આજે સતત 15 મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા પર સ્થિર રહ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 963ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 947 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 74 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર, 72 દર્દીની હાલત સ્થિર છે.