1993 મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોંટેડ દાઉદના ચાર સાગરીતો અમદાવાદથી ઝડપાયા

ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના 4 સાગરીતોની ધરપકડ કરી છે.

New Update

ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના 4 સાગરીતોની ધરપકડ કરી છે. ATSએ અમદાવાદમાંથી 4 આરોપીની ધરપકડ કરી છે. આ ચારેય સાગરિતો બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યાં હતા. તેઓ નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતાં. ATSએ અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીની ધરપકડ કરી છે.

Advertisment

આજરોજ ગુજરાત ATS દ્વારા 1993 મુંબઈ બ્લાસ્ટ કેસ મામલે દાઉદ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે. અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, ડી.સૈયદ કુરેશીને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાના ઠેકાણા બદલી નાંખ્યા હતા. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી ફેક નીકળી છે. તપાસમાં સામે આવ્યા મુજબ, આ ચારેય શખ્સ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે.