Connect Gujarat

ગુજરાત : જીએસટી વિભાગની મોટી કાર્યવાહી, સાગમટે 71 સ્થળોએ દરોડા, કોરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઇ

રાજ્યમાં કરોડો રૂપિયાની કિંમતના બોગસ બિલિંગનો પર્દાફાશ. સ્ટેટ GST વિભાગે રાજ્ય વ્યાપી દરોડાની કામગીરી કરી જેમાં સ્ટેટ GST વિભાગે એક સાથે 71 સ્થળોએ દરોડા પાડ્યા

ગુજરાત : જીએસટી વિભાગની મોટી કાર્યવાહી, સાગમટે 71 સ્થળોએ દરોડા, કોરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઇ
X

રાજ્યમાં કરોડો રૂપિયાની કિંમતના બોગસ બિલિંગનો પર્દાફાશ. સ્ટેટ GST વિભાગે રાજ્ય વ્યાપી દરોડાની કામગીરી કરી જેમાં સ્ટેટ GST વિભાગે એક સાથે 71 સ્થળોએ દરોડા પાડ્યા. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને પ્રાંતિજના જુદા જુદા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

જીએસટી વિભાગની 80 ટીમો દ્વારા ભાવનગરના 42 સ્થળો પર, અમદાવાદના 17, ગાંધીનગરના 5, સુરતના 4, રાજકોટના 2 અને પ્રાંતિજના 1 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ જીએસટી વિભાગના રાજ્ય વ્યાપી દરોડા કુલ ૭૧ સ્થળોએ દરોડોમાં કરોડોના બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો.

જીએસટી વિભાગના દરોડામાં ભાવનગરના માધવ કોપર લિમિટેડે બોગસ બિલિંગથી આશરે 75 કરોડની વેરાશાખ મેળવી હોવાનુ સામે આવ્યું છે. જે સંદર્ભે ભાવનગરના અફઝલ સાદિક અલી સવજાણીની કુલ 739 કરોડના અને પ્રાંતિજના મીનાબેન રંગસિંહ રાઠોડની કુલ 577 કરોડના બોગસ બિલીંગ વ્યવહારો સંદર્ભે ધરપકડ કરાઇ છે. આ બંનેની ધરપકડ બાદ બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરીને ક્સટોડિયલ ઇન્ટ્રોગેશન માટે રજૂઆત કરાઇ હતી

Next Story
Share it