Connect Gujarat
અમદાવાદ 

ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદ, રૂ.275 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 ડિસેમ્બર ના રોજ ફરી ગુજરાત આવનાર છે, ત્યારે તેમના હસ્તે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો પણ હાથ ધરાશે મહત્વનું છે

ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદ, રૂ.275 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ
X

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 ડિસેમ્બર ના રોજ ફરી ગુજરાત આવનાર છે, ત્યારે તેમના હસ્તે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો પણ હાથ ધરાશે મહત્વનું છે કે અમદાવાદમાં પણ વિવિધ કાર્યો ખાતમુહૂર્ત અને લોકાર્પણ હાથ ધરાનાર છે. ત્યારે અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારમાં 275 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ પણ કરશે સાથે સાયન્સ સિટી, સિમ્સ હોસ્પિટલ થી હેબતપુર બ્રિજનું કાર્પણ કરશે. અમિત શાહ સાયન્સ સિટી રોડ ખાતે બ્રિજનું લોકાર્પણ કરશે. ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ જ્યારે અન્ય 8 કામનું ખાતમુહૂર્ત અને 5 કામોનું લોકાર્પણ કરશે.રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિત શાહ હાજરી આપશે. તેમજ સરધાર સ્વામિનારાયણ મંદિર દ્વારા 10 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આયોજન કર્યું છે જેનું ઉદ્ધાટન 10મી તારીખે થનારે છે ત્યારે આગામી 11 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે તેમની સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહેશ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપાઈ રહ્યો છે એવામાં હજારોની સંખ્યામાં સ્વંયસેવકો તેમજ હરિભક્તો સેવા આપી રહ્યા છે.આ તરફ અમદાવાદ સોલા ખાતે 11,12,13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાશે, જેમાં 11 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ 11મી ડિસેમ્બરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલા પૂજન નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Next Story