Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં દારૂના નશામાં ધૂત શાહરૂખનું તેના જ મિત્રએ ગળું કાપી નાખ્યું

અમદાવાદમાં દારૂના નશામાં ધૂત શાહરૂખનું તેના જ મિત્રએ ગળું કાપી નાખ્યું
X

અમદાવાદના દાણીલીમડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અહીંયા બે દિવસ પહેલાં એક યુવાનની ગળુ કપાયેલી લાશ મળી આવવાની ઘટના સામે આવી હતી.આ મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે, અગાઉના ઝઘડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી.આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્વના પુરાવા પણ એકઠા કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલ આરોપી મઝહર ઉર્ફે કસાઈ કુરેશી છે, મઝહરે કામ પણ કસાઈઓ જેવું જ કર્યું છે. પોતાના જ મિત્ર અને ડીઝલ ચોરીમાં સાગરીત એવા શાહરૂખ ઉર્ફે મસરી સૈયદની ગળું કાપી હત્યા નિપજાવી બાદ મૃતદેહને કોથળામાં ભરી સોઢણ તલાવડીમાં નાખી દીધી હતી. સાથે ધડથી અલગ થયેલું માથું પણ તલાવડીમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો.

જોકે 10 દિવસ પહેલા થયેલી હત્યા સામે આવી અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.આરોપી મઝહર કસાઈની પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક શાહરૂખ તેના ઘરની પાસે પોતાની પ્રેમિકા સાથે બેસતો અને બિભત્સ ચેનચાળા કરતો હતો જેથી મજહર બહેને ટોક્યો પણ હતો. જે બાબતે બંને મિત્રો વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી. જે વાતનો બદલો લેવા મઝહર મૃતકને પોતાના ઘરે બોલાવી મોડી રાત્રે તેનું ગળું કાપી હત્યા નીપજાવી હતી

Next Story