Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ HCની ફટકાર બાદ એએમસી એક્શનમાં, 3 દિવસ 500 ઢોર પકડ્યા

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં AMCએ 7 ઝોનમાં 21 ટીમ દોડતી કરી હતી. હાઇકોર્ટના આદેશ બાદ ત્રીજા દિવસે 100થી વધુ ઢોર પકડાયા છે

અમદાવાદ HCની ફટકાર બાદ એએમસી એક્શનમાં, 3 દિવસ 500 ઢોર પકડ્યા
X

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં AMCએ 7 ઝોનમાં 21 ટીમ દોડતી કરી હતી. હાઇકોર્ટના આદેશ બાદ ત્રીજા દિવસે 100થી વધુ ઢોર પકડાયા છે. ત્રણ દિવસમાં AMCએ 540થી વધુ ઢોર પકડ્યા. કુલ 72 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે

રાજ્યમાં રખડતા ઢોર અને રોડ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં મનપા ઢોર મુદ્દે કરેલી કામગીરી રિપોર્ટ રજૂ કરશે તો બાર એસો.કમિટી પણ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. મહત્વનું છે કે રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હજુ યથાવત જોવા મળી રહી છે. અમદાવાદ ઝાયડસ બ્રિજ પર ગઇકાલે મોડી રાત્રે રખડતા ઢોરના કારણે એક અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બે લોકોને ઇજા પણ પહોંચી છે. હાલમાં આ બન્ને શખ્સો હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ એએમસીને રાત દિવસ 24 કલાક AMC સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો છે. ત્યારે બીજી બાજુ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવા આદેશ આપ્યો છે.

Next Story