Connect Gujarat
અમદાવાદ 

લેપટોપમાં 80 ટકાસબસિડીના નામે છેતરપિંડી કરતી ગેંગ સ્ટેટ સાયબર ક્રાઇમના હાથે ઝડપાય.

રાજ્યની સીઆઈડી સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસે લેપટોપમાં સબસિડીના નામે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે

લેપટોપમાં 80 ટકાસબસિડીના નામે છેતરપિંડી કરતી ગેંગ સ્ટેટ સાયબર ક્રાઇમના હાથે ઝડપાય.
X

રાજ્યની સીઆઈડી સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસે લેપટોપમાં સબસિડીના નામે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે. પકડાયેલ આરોપીઓ બેંક મિત્ર બનાવવાના નામે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતા હતા. જેમાં લેપટોપ ખરીદીમાં 80 ટકા જેટલી સબસિડીની લાલચ આપી વિદ્યાર્થીઓને છેતરતા હતા.

સ્ટેટ સાયબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે, લેપટોપ આપવાના નામે 80 ટકા સબસિડી મળે છે, અને તે બહાને પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ ફરિયાદ બાદ ટેકનિકલ એનાલિસિસ કરીને સ્ટેટ સાયબર સેલ, CID-ક્રાઇમની ટીમે સહિયારું ઓપરેશન પાર પાડી સુરત અને અમરેલી જિલ્લામાંથી વિપુલ બોરસાણીયા અને પિયુષ ગોલ નામના આરોપીને પકડી પાડ્યા હતા. જેમાં આરોપી ઓર્બિટ કન્સલ્ટન્સી નામની કંપની બનાવી કાળા કામ કરતા હોવાનું સામે આવ્યું છે. વધુમાં આરોપી યુવાનો પાસેથી રૂ. 210 અને બાદમાં રૂ. 560 ફી લઇ છેતરપિંડી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તો બેંક મિત્ર તરીકે ઓરબીટ એજન્સીમાં કામ કરવા ઇચ્છુક લોકો પાસેથી અમદાવાદના ચાંદખેડા આઇઓસી રોડ પરના શિવાલીક કોમ્પલેક્ષમાં આવેલી ઓરબીટ કન્સલ્ટન્સી દ્વારા અરજી મંગાવવામાં આવી હતી. જેમાં બાયોડેટા મોકલી આપવા અંગે સૂચના અપાઈ હતી. આથી પોરબંદરનાં પ્રકાશ પરમાર બાયોડેટા મોકલ્યા હતા. ત્યારબાદ તેના પર એક પીડીએફ આવી હતી. જેમાં આ ઓર્બિટ કન્સલ્ટન્સીના લેટરપેડ ઉપર બેંક મિત્રના નિયમો સાથેનું ફૉર્મ હતું અને પાછળ એક QR કોડ હતો. જે કોડ સ્કેન કરી પ્રકાશે DSAના કોડ મેળવવા માટેની ફી રૂ. 350તથા જીએસટી નોટરી ફી સહિત 612 રૂપિયા ચૂકવી દીધા હતા. ત્યારબાદ છેતરપિંડીની જાણ થતાં તેણે ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં 2222 ટ્રાન્ઝેક્શન થકી રૂ. 6.78 લાખ જમા થયાનું પણ બહાર આવ્યું છે.

Next Story