અમદાવાદ શહેરમાં આજે કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. આજે પ્રથમ ડોઝ લેનારા નાગરિકોને વેક્સિન નહીં મળે. કોવિશિલ્ડ અને કોવેક્સિનનો બીજો ડોઝ આવામાં આવશે. કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધાને 84 દિવસ અને કોવેક્સિનના પ્રથમ ડોઝ લેનારાઓને 28 દિવસ થઈ ગયા હોય તેમને આજે બીજો ડોઝ આપવામાં આવશે.
રાજયમાં કોરોના વાયરસના 21 કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના નવા 21 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં ગઈકાલે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,802 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગતરોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 5,00,105 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,76,32,704 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
હાલ અત્યાર સુધી 206 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 04 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 202 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,802 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,802 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.
ગતરોજ અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 5, રાજકોટ 2, સુરત 2, વડોદરા કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, ખેડા 1, રાજકોટ કોર્પોરેશન 1 કેસ નોંધાયો હતો.