અમદાવાદ: સાબરમતી નદી બની સ્યુસાઇડ પોઈન્ટ, આત્મહત્યાના બનાવો રોકવા જુઓ પોલીસ શું કરશે કામગીરી

Update: 2021-03-13 09:43 GMT

અમદાવાદની સાબરમતી નદીમાં સ્યુસાઇડની ઘટનાઓ સતત વધી રહી છે અને છેલ્લા 5 વર્ષમાં સાબરમતી નદીમાં 700 થી વધુ લોકોએ આત્મહત્યાના પ્રયાસ કર્યા જેમાંથી 500 થી વધુ લોકોના મોત થયા છે ત્યારે હવે તંત્રે અહીં રિવર ફ્રન્ટ પર થ્રિ લેયર સુરક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આત્મહત્યાનું સ્થળ બનતું જાય છે. જેને લઈ અમદાવાદ રિવરફ્રન્ટ પર હવે થ્રી-લેયર સુરક્ષા ગોઠવાશે. જેમાં 2 સ્પીડ બોટ, 15 સ્કૂટર, 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરશે. દર સવા કિલોમીટરના અંતરે 1 પોલીસ ચોકી પણ બનશે. રિવરફ્રન્ટના એક છેડાથી બીજા છેડા સુધી 20 ચોકી બનાવાશે રિવરફ્રન્ટ પર સુરક્ષા સહિત 13 કિ.મી.ના એરિયામાં ફેસ સ્કેનિંગવાળા 250 CCTV લગાવાશે. 2 સ્પીડ બોટમાં તરવૈયા સાથે પોલીસ કર્મચારી તૈનાત રહેશે અને આ ઉપરાંત મહિલા પોલીસ સાથે 2 ખાસ સાઈબર પોલીસ સ્ટેશન પણ બનશે.

સ્થાનિક તંત્રએ પહેલેથી જ સાબરમતી નદીના 7 બ્રિજ પર આત્મહત્યાના બનાવોને રોકવા લોખંડની ગ્રીલ મુકાવી છે છતાં બનાવ ઘટવાને બદલે સતત વધી રહયા છે થોડા દિવસ પહેલા આયેશા મકરાણીની આત્મહત્યા બાદ પોલીસ અને સ્થાનિક તંત્રએ આ નિર્ણય કર્યો છે. જમાલપુર રિવર ફ્રન્ટથી શાહીબાગ રિવરફ્રન્ટ સુધી પોલીસ અને મહિલા પોલીસ સક્રિય રહેશે. આ થ્રિ લેયર સુરક્ષા શહેર પોલીસ કમિશ્નરના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવશે.પોલીસને આશા છે કે આ સુરક્ષા બાદ આત્મહત્યાના બનાવો ઘટશે.

Tags:    

Similar News