અમદાવાદઃ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ, 200 પોલીસકર્મી જોડાયા

Update: 2018-08-03 07:27 GMT

10 વિસ્તારોમાં 3 DCP અને 6 ACP, 10 PI સહિતના પોલીસ કર્મીઓની ટીમ આ ડ્રાઈવમાં જોડાયી

અમદાવાદ શહેરનાં સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા 10 ભરચક વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઉપક્રમે મેગા ટ્રાફિક ઝુંબેશની શરૂઆત થઈ છે. આ ડ્રાઈવમાં 3 ડિસીપી, 6 એ.સી.પી. અને 10 પી.આઇ સહિતની 200 પોલીસ કર્મીઓની ટીમ કામે લાગી છે. આ ટીમ દ્વારા ભરચક વિસ્તારોમાં જઇને ટ્રાફિક ઝુંબેશ કરવામાં આવી રહી છે. રખિયાલ ચાર રસ્તા વિસ્તારથી શરૂઆત કરી રસ્તાઓ પર રહેલા દબાણો હટાવવાની શરૂઆત કરી છે. અને સાથે ટ્રાફિક નિયમ ભંગ કરનારને સ્થળ પર જ મેમો આપી દંડ ભરાવાઇ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત હાઇકોર્ટની AMC અને શહેર પોલીસની ટ્રાફિક મુદ્દે આકરી ઝાટકણી કાઢ્યા બાદ બંને તંત્ર હરકતમાં આવ્યું છે. આમતો હવે બંને તંત્ર પણ ટ્રાફિકના પ્રશ્ને આકરા પાણીએ છે. આદેશ બાદ અમદાવાદ પોલીસ દ્વારા ઠેર-ઠેર ટ્રાફિકના નિયમ ઉલંઘન કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે ટ્રાફિકની સમસ્યાને લઇ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ પોલીસના 6 ઝોનના મોડેલ રોડ પર દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજથી ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ક્લિનીંગ ડ્રાઈવ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં 3 ડીસીપી, 6 એસીપી, 10 પીઆઇ અને 200 પોલીસ કર્મીઓ જોડાશે અને સાથે ક્રેન, લાઉડસ્પીકર્સ, વીડિયોગ્રાફ્રર્સ તેમજ એન્ટી ઇન્ક્રોચ્મન્ટની ટીમ પણ હાજર રહશે. સારંગપુરથી શરૂ કરી એપ્રોચ ચોકી સુધીનો 11 કિ.મીનો રૂટ આ અભિયાનમાં આવરી લેવામાં આવશે.

Tags:    

Similar News