અમદાવાદ : આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી 3.37 કરોડ રૂપિયાની લુંટ ચલાવનારી યુપીની ગેંગ ઝડપાય

Update: 2021-03-06 10:41 GMT

બગોદરા પાસે આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી 3.37 કરોડ રૂપિયાની ચકચારી લુંટની.. પોલીસે આ ગુનામાં યુપીની ગેંગના ચાર સાગરિતોને ઝડપી પાડયાં છે જયારે છ આરોપી હજી નાસતા ફરે છે....

અમદાવાદ જિલ્લા પોલીસે બગોદરામાં ચાલુ બસમાં આઈટીના અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ કરનાર 4 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. એક આરોપી અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે. મહત્વનું છે કે આ લુંટમાં કુલ 10 આરોપીઓ સામેલ હતાં.પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.આંગડિયા પેઢીના કર્મચારીઓને આઇટીના અધિકારીની ઓળખ આપનાર આરોપી ઉત્તરપ્રદેશથી ગત 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આવ્યા હતા અને નરોડાની એક હોટલમાં રોકાયા હતા. ઘટનાને અંજામ આપતાં પહેલાં આ લોકોએ રેકી કરી હતી. મહત્વનું છે કે આ લોકો પોતાની સાથે 3 હથિયાર પણ લઈને આવ્યા હતા. યોગેશ જાટ અને પુષ્કર સિંગ મુખ્ય આરોપી છે અને કર્મવીર સિંગે હથિયારની વ્યવસ્થા કરી હતી. ગેંગ ના 2 લોકો જે બસમાં આંગડિયાના કર્મચારીઓ બેઠા હતા તેમાં બેઠા હતા આરોપીઓએ ગાડીની નંબર પ્લેટ પણ બદલી નાખી હતી.આરોપીએ બગોદરા પાસે જઈ ભોગ બનનારને આઇટીના અધિકારી તરીકે ઓળખ આપી કારમાં લઈ ગયા અને ખેડા જિલ્લામાં લઈ જઈ 3.37 કરોડના દાગીના અને રોકડની લુંટ કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ કાર પણ રસ્તામાં મૂકી દીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અગાઉ પણ 4 વાર અમદાવાદમાં લુંટનો પ્રયાસ કરી ચુકી છે.
દીલધડક લુંટના ગુનાનો ભેદ ઉકેલી નાંખવા માટે પોલીસની સાત ટીમો બનાવવામાં આવી હતી. આરોપીઓને ઝડપી પાડવા દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ટીમો મોકલી તપાસ કરવામાં આવી હતી. ઘનિષ્ઠ તપાસ બાદ હાલ ચાર આરોપીઓને ઝડપી લેવાયાં છે જયારે અન્ય છ ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા કવાયત ચાલી રહી છે. આરોપીઓ પાસેથી એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે.

Tags:    

Similar News