ટ્રિપલ અકસ્માત : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર સર્જાયો અકસ્માત, ટ્રક ચાલક જીવતો ભૂંજાયો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગત રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, ત્યારે ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

Update: 2022-02-03 06:14 GMT

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગત રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, ત્યારે ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ગત રાત્રે નડિયાદથી અમદાવાદ તરફ જતું ટ્રેલર રોડની સાઇડમાં ઉભા રહેલા આઇસરની પાછળ ધડાકાભેર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ટ્રેલરની કેબિનમાં રહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ દરમ્યાન પાછળ આવી રહેલા અન્ય એક ટ્રકના ચાલકે અકસ્માતગ્રસ્ત વાહનોમાં અથડાતા બચવાનો પ્રયાસ કરતા તેણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી તે ટ્રક રોડ ક્રોસ કરી બીજી તરફ પટકાય હતી, ત્યારે તે ટ્રકમાંથી ઓઇલ ઢોળાતા ટ્રાફિકજામ સર્જાયો હતો.

આ ટ્રિપલ અકસ્માતની ઘટનામાં એક ટ્રકનો ચાલક જીવતો ભૂંજાયો હતો, જ્યારે એક વ્યક્તિને ઇજા પહોચતા સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત સાથે ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા અનેક વાહનચાલકો અટવાયા હતા.

Tags:    

Similar News