અંકલેશ્વર: સહકારપ્રધાન ઈશ્વરસિંહ પટેલના ભાઈનું ભાજપમાંથી રાજીનામું, જુઓ ભાજપ પર શું કર્યા પ્રહાર

Update: 2021-02-04 09:52 GMT

ચૂંટણીમાં પોતાની આશા અપેક્ષાઓ પૂર્ણ ન થાય તો રાજીનામું અથવા તો પક્ષ પલટાનો ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે આજે અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વર પટેલના ભાઈ વિજય પટેલ કે જેઓ હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે તેઓએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેઓએ સ્થાનિક નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો મુક્યા છે.

ભાજપામાંથી હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યાર બાદ જીલ્લા પંચાયતના સભ્ય બનનાર વિજય પટેલે આજે અચાનક પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. તેઓએ રાજીનામામાં તો અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે પરંતુ તેઓ સાથેની ટેલીફોનીક વાતચીતમાં તેઓએ સ્થાનિક નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા. તેઓએ સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપુર હોવાનાં આક્ષેપો કર્યા હતા તો તેઓ પક્ષની વિચારધારા સાથે પણ સહમત ન હોવાનું તેમણે જણાવ્યુ હતું અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગતો અનુસાર પ્રદેશ પ્રમુખ દ્વારા આ વખતે ૩ ટર્મથી ચૂંટાતા આગેવાનોને ટીકીટ નહિ આપવાનાં સંકેત આપ્યા છે અને વિજય પટેલની ઉમર પણ 60 વર્ષ થઈ ગઈ છે ત્યારે રાજીનામાનું મૂળ કારણ આ પણ હોય શકે.

Tags:    

Similar News