આગોતરા આયોજનના ભાગરૂપે મોડાસા શહેરને ૧લી મે થી એકાંતરે પાણી આપવાનો કરાયો નિર્ણય

Update: 2019-04-29 12:29 GMT

અરવલ્લી જિલ્લાના ત્રણે ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો છે જોકે આગોતરા આયોજનના ભાગરૂપે મોડાસામાં એકાંતરે પાણી આપવાનો નિર્ણય મોડાસા નગર પાલિકાએ કર્યો છે.

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ઉનાળાની ગરમીએ તમામ રેકોર્ડ તોડી જો કે જિલ્લાના ત્રણેય ડેમમાં પાણીનો જથ્થો પુરતો હોવાથી પીવાના પાણીની સમસ્યા વર્તાવાની શક્યાતાઓ નહીંવત છે. હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, જોકે ત્રણેય જળાશયોમાં પાણીનો જથ્થો પુરતો હોવાનું સિંચાઈ વિભાગ દ્વારા જણાવાયું છે.

જો જળાશયોમાં રહેલા પાણીના જથ્થાની વાત કરીએ તો, વાત્રક ડેમ સૌથી મોટો છે, જેથી તેમાં સોળ ટકા પાણીનો જથ્થો છે, જ્યારે માઝમ જળાશયમાં ચુમ્માલીસ,જ્યારે મેશ્વોમાં ઓગણપચાસ ટકા જેટલો પાણીનો જથ્થો છે. હજુ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે. જોકે જિલ્લામાં પાણીની કિલ્લત ઉદભવવાની શક્યતાઓ નહિંવત હોવાનું સિંચાઈ વિભાગ દ્વારા જણાવાયું છે. આગોતરા આયોજનના ભાગરૂપે મોડાસા શહેરને ૧લી મે થી એકાંતરે પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News