ભરૂચઃ કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન અંગે GPCB દ્વારા યોજાયી લોકસુનાવણી

Update: 2018-08-24 13:46 GMT

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે અસરગ્રસ્ત ગામના લોકો સાથે કરવામાં આવી ચર્ચા

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન અંગે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે અસરગ્રસ્ત ગામના લોકો માટે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વન, પર્યાવરણ અને મોસમ પરિવર્તન વિભાગના કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન હેઠળ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત ઇકૉલૉજી કમિશન દ્વારા દરિયા કિનારાના વિસ્તારો માટેના ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યા છે. તેને વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="62389,62390,62391,62392"]

બાદમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં ભરૂચ જીલ્લાના ૬ તાલુકાના અસરગ્રસ્ત ગામ લોકો માટે આજરોજ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક કલેકટર એફ.જે.માળી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી આર.આર.વ્યાસ અને અસરગ્રસ્ત ગામના લોકો તેમજ માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. લોક સુનાવણીમાં અસરગ્રસ્ત ગામના લોકો અને માછીમારોએ વિવિધ પ્રશ્ને વિરોધ નોધાયો હતો. લોકોના વિરોધ અનુસાર આ ડ્રાફ્ટના નકશા કાયદા પ્રમાણે બન્યા નથી ઉપરાંત અંગ્રેજીમાં માહિતી મુકવામાં આવી છે જેના કારણે લોકોને આ અંગેની સમજ પડતી નથી.

ઉપરાંત હાઈટાઇડ અને લોટાઈડ એરિયાનું ડીમાર્કેશન હાલની પરિસ્થિતિએ કરેલ નથી. ઘણી જગ્યાએ નકશાઓ વિપરીત સ્થિતિ રજુ કરે છે અને ખોટી માહિતી બતાવે છે.આ સાથે જ ભાડભૂત બેરેજ યોજનાનો પણ માછીમારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો આથી પર્યાવરણીય લોક સુનાવણી રદ્દ કરવાની માંગ સાથે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો

કોસ્ટલ રેગ્યુલેશન ઝોન જાહેર થયા બાદ આ ઝોનમાં આવતા વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના,ઉદ્યોગોનું વિસ્તરણ જોખમી વસ્તુનો સંગ્રહ અને નિકાલ પર પ્રતિબંધ આવી જશે અને દરિયાનું પર્યાવરણ તેમજ ક્લ્યામેટ ચેન્જથી દરિયાની વધતી સપાટી અંકિત કરવામાં અવાશે.

Tags:    

Similar News