ભરૂચ : નર્મદા ચોકડી નજીક કેમિકલ ભરેલા ટેન્કરે મારી પલટી, સલ્ફ્યુરિક એસિડ રસ્તા પર ફેલાતા ભારે અફરાતફરી

Update: 2020-08-16 06:30 GMT

મળતી માહતી અનુસાર, નેશનલ હાઇવે નં. 48 પર ભરૂચની નર્મદા ચોકડી નજીક વડોદરાથી સુરત તરફ જતું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેના કારણે ટેન્કરમાં રહેલું અને અત્યંત જલદ એવું સલ્ફ્યુરિક એસિડ રસ્તા પર ફેલાઈ ગયું હતું. રસ્તા પર ટેન્કર પલટી મારી જતાં લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. ઉપરાંત હાઇવે પરના વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.

બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ટેન્કરમાંથી લીકેજ થતાં ગેસ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. જોકે ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોએ ગેસ લીકેજ ઉપર કાબુ મેળવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. જેમાં ટેન્કરનો ચાલક આગળ ચાલતા અન્ય વાહનની ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

Tags:    

Similar News