ભરૂચ : પુત્રી સાથે દુષ્કર્મ કરનારાની હત્યા કરનારા પિતાના જામીન મંજુર કરતી અંકલેશ્વરની સેશન્સ કોર્ટ

Update: 2021-01-09 10:09 GMT

અંકલેશ્વરમાં પોતાની પુત્રી સાથે દુષ્કર્મ કરનારા યુવાનની હત્યા કરવાના આરોપસર જેલમાં રહેલાં પિતાના જામીન સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે. પિડીત પરિવારને ભરૂચના પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં હેડ કોન્સટેબલે મદદ કરી હતી અને તેમની મહેનત આખરે રંગ લાવી છે.

અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળા ઉપર એક હવસખોરની નજર બગડી હતી. તેના મનમાં વાસનાનો કીડો સવાર થઇ જતાં તે પાંચ વર્ષની બાળકીને પટાવી ફોસલાવી શૌચાલયમાં લઇ ગયો હતો. જયાં તેણે માસુમ બાળકીની પીખી નાંખી હતી. ઘટનાની જાણ સગીરાના પિતાને થતાં તેણે આરોપી લાલુ રાજુ બિહારીને શોધી નાખ્યો હતો. લોકોએ લાલુ બિહારીને ઢોર માર મારતાં તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ ઘટનામાં પોલીસે બાળકીના પિતાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. ભરૂચ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં મનીષ મિસ્ત્રીને ઘટનાની જાણ થતાં તેમણે બાળકીના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કેસમાં પોલીસે પણ ઝડપી તપાસ કરી એક મહિનામાં કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધી હતી. બીજી તરફ અંકલેશ્વરની સેશન્સ કોર્ટે સગીરાના પિતાના જામીન મંજુર કર્યા છે. લાલુ બિહારીની હત્યાનો બનાવ લોકોના ટોળાના આક્રોશમાં બન્યો હોવાનું અવલોકન કોર્ટે કર્યૂં છે.

Tags:    

Similar News