ભરૂચ : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પહેલા રાજકારણ ગરમાયું, જુઓ બીટીપી રમી શકે છે મોટો દાવ

Update: 2020-12-26 10:25 GMT

રાજસ્થાનમાં બનેલી ઘટના બાદ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે ત્યારે બીટીપીએ હવે અસાઉદ્દીન ઓવેસીની પાર્ટી એઆઇએમઆઇએમ તરફ હાથ લંબાવ્યો છે.

ગુજરાતમાં વિધાનસભા તથા સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન થયું હતું પણ તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ સાથે હાથ મિલાવી બીટીપીના ઉમેદવારને હરાવી દેતાં બંને પાર્ટી વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે. ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે ત્યારે ઓવેસીની ગુજરાતમાં એન્ટ્રી માટે માર્ગ મોકળો બની રહયો હોય તેમ લાગી રહયું છે.

ઝઘડીયાના ધારાસભ્ય અને બીટીપીના આગેવાન છોટુ વસાવાએ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધનના સંકેતો આપ્યાં છે. છોટુભાઇ વસાવાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં બીટીપી તેના ઉમેદવારો ઉભા રાખશે અને ગઠબંધન અંગે એઆઇએમઆઇએમના આગેવાનો સાથે ચર્ચા ચાલી રહી છે અને આગામી 10 દિવસમાં આ બાબતે સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

Tags:    

Similar News