ભરૂચ : એસટી બસોની અપુરતી સુવિધા,જુઓ લોકો કેવી રીતે કરે છે મુસાફરી

Update: 2020-12-27 10:38 GMT

ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં ઝઘડીયામાં એસટી બસોની અપુરતી સુવિધા હોય તેમ લાગી રહયું છે. એક જીપની પાછળ લટકીને જોખમી મુસાફરી કરી રહેલાં મુસાફરોનો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં એસટી બસની મર્યાદિત સુવિધા હોવાના કારણે લોકોને ખાનગી વાહનોમાં જીવ જોખમમાં મુકી મુસાફરી કરવી પડી રહી છે. ખાનગી વાહનોમાં ખીચોખીચ મુસાફરોને બેસાડવામાં આવે છે જેના કારણે અકસ્માતનો બનાવ બને ત્યારે જાનહાનિનો આંકડો વધી જતો હોય છે. બીજી તરફ ચોમાસામાં રસ્તાઓ ધોવાઇ ગયાં હોવાથી વાહનો પલટી જવાનો ખતરો પણ વધ્યો છે. હાલમાં ઝઘડીયા પંથકનો એક વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં એક જીપની પાછળ મુસાફરો લટકીને મુસાફરી કરી રહયાં છે. આવી જોખમી મુસાફરી કોઇનો જીવ લે તે પહેલાં એસટી તંત્ર લોકોની સુવિધામાં વધારો કરે તે જરૂરી છે..

Tags:    

Similar News