ભરૂચ : નેત્રંગમાં કચરાના ઢગ અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નિકળવાની ગ્રામજનોમાં દહેશત

Update: 2020-07-13 09:36 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે કચરાના ઢગ અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નિકળવાની લોકોમાં દહેશત વર્તાઇ રહી છે, ૬ કોરોના વાયરસના પોઝિટીવ કેસ નોંધાયા છતાં જવાબદાર લોકો કુંભકર્ણની નિદ્રામાં. તાત્કાલિક ધોરણે સાફસફાઇ કરાઇ અને દવાનો છંટકાવ કરવાની લોકમાંગ.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મેધરાજા ધીમેધારે વરસતા ગામે-ગામ જળબંબાકારની સ્થિતિ ઉદભવી છે. જેમાં નેત્રંગ ગામમાં ઠેર-ઠેર ગંદકી-કચરાના ઢગ અને યોગ્ય આયોજન વગર બનાવી દેવામાં આવેલી ગટરોમાંથી ઘરવપરાશ સહિત વરસાદનું પાણીનો નિકાલ નહીં થતાં રોડ-રસ્તા ઉપર ફરી વળ્યા છે. અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. વાતાવરણમાં અવરનવર ફેરબદલની ગંભીર અસર જનજીવન ઉપર પડી રહી છે.

જેમાં નેત્રંગ તાલુકામાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો પણ પગપેસારો કરી દીધો છે. અંતરિયાળ વિસ્તારોના ગામોમાં એકસાથે કોરોના વાયરસના ૬ જેટલા કેસો બહાર આવતા રહીશો ભયભીત જણાઇ રહ્યા છે. અને તેના કારણે નેત્રંગ બજારો બપોરના સમય બાદ બંધ કરી દેવામાં આવી રહ્યા છે. રહીશો ઘરની બહાર નિકળવાની મનાઈ કરવામાં આવી રહી છે. મોઢા ઉપર માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવાના સુચનો અપાઇ રહ્યા છે. પરંતુ કમનસીબે નેત્રંગમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત જણાઈ રહી છે. તેવા સંજોગોમાં નેત્રંગના જવાહર બજારના યુવક કેયુર પ્રજાપતિએ તાત્કાલિક ધોરણે કચરાના ઢગ અને ગંદકીને દુર કરવામાં આવે અને મચ્છરોનો ઉપદ્રવને અંકૂશમાં લઇ શકાય તે માટે દવાનો છંટકાવ સહિત સાફસફાઇ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Tags:    

Similar News