ભરૂચ : જુઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મરહુમ સાંસદ અહમદ પટેલ વિશે શું કહયું

Update: 2020-11-28 10:44 GMT

રાજયસભાના સાંસદ મરહુમ અહમદ પટેલનો નશ્વર દેહ પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફન થઇ ચુકયો છે ત્યારે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરવા તથા પરિવારને સાંત્વના આપવા માટે પિરામણ ગામે આવી રહયાં છે……

અંકલેશ્વર તાલુકાનું પિરામણ ગામ હાલ ચર્ચામાં છે કારણ કે પિરામણ ગામ મરહુમ સાંસદ અહમદ પટેલનું વતન છે. રાજયસભાના સાંસદ અહમદ પટેલનું બુધવારે વહેલી સવારે કોરોનાની બિમારીના કારણે દુખદ નિધન થયું હતું. તેમના નશ્વર દેહને ગુરૂવારના રોજ પિરામણ ગામમાં આવેલાં કબ્રસ્તાનમાં તેમના માતા અને પિતાની કબરની બાજુમાં દફન કરવામાં આવ્યો છે. શનિવારના રોજ રાજયસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ, પુર્વ વિદેશ મંત્રી આનંદ શર્મા અને હરિયાણાના માજી મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ પિરામણ ગામમાં આવી પહોંચ્યાં હતાં. જયાં તેમણે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ સહિતના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. પરિવારજનોને સાંત્વના આપ્યાં બાદ નેતાઓએ મરહુમ અહમદ પટેલ સાથેના સંસ્મરણોને વાગોળ્યાં હતાં. આવો સાંભળીએ શું કહયું દિગ્ગજ નેતાઓએ….

Tags:    

Similar News