અંકલેશ્વર : મુલ્લાવાડમાં કેટરર્સમાંથી બાળ સુરક્ષા એકમની ટીમે બાળ મજૂરને મુક્ત કરાવ્યો…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કેટરર્સમાંથી બાળ સુરક્ષા એકમની ટીમે એક બાળ મજૂરને મુક્ત કરાવ્યો હતો.

Update: 2022-12-28 10:51 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કેટરર્સમાંથી બાળ સુરક્ષા એકમની ટીમે એક બાળ મજૂરને મુક્ત કરાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કેટરર્સના સંચાલક દ્વારા પોતાના કેટરર્સમાં એક બાળ મજૂરને કામ અર્થે રાખી કામ કરાવે છે, જેવી બાતમીના આધારે શ્રમ અધિકારી મિતેશકુમાર કે. મેવલીયા અને બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન બાળ સુરક્ષા એકમની ટીમને એક 14 વર્ષથી નાની વયનો બાળ મજૂર મળી આવ્યો હતો. જેને 8થી 12 કલાક કામ કરાવી લઘુત્તમ વેતન કરતા ઓછું વેતન ચુકવાતું હોવા સાથે તેનું શારીરિક, આર્થિક શોષણ કરવામાં આવતું હોવાનું ધ્યાન પર આવતા બાળકને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવીને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવ્યો છે. આ સાથે જ મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કેટરર્સના સંચાલક વિરુદ્ધ અંકલેશ્વર એ' ડીવીઝન પોલીસ મથક ખાતે શ્રમ અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Tags:    

Similar News