અંકલેશ્વર : સમસ્ત રાણા સમાજ આયોજિત એક દિવસીય આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય...

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા, સુરત, ગોધરા, ભરૂચ, અંકલેશ્વર, ગણદેવી, વ્યારા સહીત અલગ અલગ જિલ્લા અને તાલુકા માંથી 16 જેટલી ટીમો એ ભાગ લીધો હતો.

Update: 2022-06-15 09:16 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને મહાદેવ ઇલેવન દ્વારા સમાજના યુવાનો છુપાયેલ ખેલ પ્રતિભાને ઉજાગર કરવા તેમજ યુવાનો સંગઠિત કરી સંગઠિત સમાજ કરવા ના ઉદ્દેશ્ય સાથે એક દિવસીય આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા, સુરત, ગોધરા, ભરૂચ, અંકલેશ્વર, ગણદેવી, વ્યારા સહીત અલગ અલગ જિલ્લા અને તાલુકા માંથી 16 જેટલી ટીમો એ ભાગ લીધો હતો. ટૂંકા સમયમાં સમાજના આગેવાનો તેમજ મહાદેવ ઇલેવનના અન્ય ખેલાડીઓએ જહેમત ઉઠાવી સમગ્ર આયોજન કર્યું હતું. જેનું ઉદ્દઘાટન પ્રસંગે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અંકલેશ્વર સમસ્ત રાણા સમાજના પ્રમુખ શંકર રાણા, નગર સેવા સદન કોર્પોરેટર જ્યોત્સના રાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય ધર્મેશ રાણા, ભાજપ અગ્રણી જનક શાહ થતા સમાજના મંત્રી ભરત રાણા અને મહામંત્રી જયેશ રાણા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટના અંતે ફાઇનલ મેચ વડોદરાની રાણા સમાજની વી.આર.એસ ઇલેવન અને મહાદેવ ઇલેવન વચ્ચે યોજાઈ હતી.

ફાઇનલમાં વડોદરાની વીઆરએસ ઇલેવનનો વિજય થયો હતો. પૂર્ણાહુતી સમારોહમાં ખેલાડીને પ્રોત્સાહિત કરવા વિશેષ રૂપે અખિલ ભારતીય રાણા સમાજના રાષ્ટ્રીય પ્રમુખ દિપક કાશીરામ રાણા અને પૂર્વ સહકાર મંત્રી અને અંકલેશ્વર-હાંસોટ મતવિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, અખિલ ભારતીય રાણા સમાજ મહામંત્રી નવીન ચાપરીયા તથા માં ટીવી ડાયરેક્ટર હિતેશ રાણા, ભરૂચથી રાણા સમાજ પ્રમુખ સનત રાણા, ભુપેન્દ્ર રાણા, જગદીશ રાણા, અનિલ રાણા તેમજ અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ તેમજ મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ સહીત ઇનામો તેમજ ટ્રોફી સહીત પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

Tags:    

Similar News