અંકલેશ્વર: કોરોનાકાળ બાદ શાળાઓ શરૂ થતા બાળકો ખુશખુશાલ, ભૂલકાની ખુશી જુઓ વાયરલ વીડિયોમાં

બાળકોના કલરવથી શાળા સંકુલો ગુંજી ઉઠયા હતા તો તેઓના ચહેરાઓ પર પણ ઉત્સાહ નજરે પડતો હતો.

Update: 2021-11-22 13:16 GMT

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ ઓફલાઇન શરૂ કરવાનો નિર્ણય લેતા જ બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના એક વિદ્યાર્થીએ આ નિર્ણય સાંભળી જે રીતે ખુશી વ્યક્ત કરી હતી એનો વિડીયો વાયરલ થયો છે. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે આખું વિશ્વ જાણે થંભી ગયુ હતું જેમાં સૌથી વધુ અસર શિક્ષણ જગતને થઈ હતી.ગુજરાતમાં પણ 20 મહિના બાદ પ્રાથમિક શિક્ષણ ઓફલાઇન શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ જાહેરાત કરતા જ બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. બાળકોના કલરવથી શાળા સંકુલો ગુંજી ઉઠયા હતા તો તેઓના ચહેરાઓ પર પણ ઉત્સાહ નજરે પડતો હતો.શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ શાળામાં ધો.1થી5નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરતા જ બાળકો ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યા હતા. અંકલેશ્વરના એક બાળકનો હાલ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અંકલેશ્વરના વિદ્યાર્થી વ્યોમ અશ્વિન પુજારાનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે શાળા શરૂ થવા અંગેના ન્યુઝ તેના મિત્રોને જાણ કરે છે અને ખુશી વ્યક્ત કરે છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પણ વ્યોમ અને આશી પુજારા નામના બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને હળવાશની પળો માણી હતી.

Tags:    

Similar News